મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

માળિયા (મિં.) નજીક રોડ સાઇડમાં રાખેલ બોલેરોને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE

















માળિયા (મિં.) નજીક રોડ સાઇડમાં રાખેલ બોલેરોને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

માળીયા મીંયાણા તાલુકાના હરીપર ગામ પાસેથી સુરજબારી બાજુ જવાના રસ્તે દેવ સોલ્ટ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં રોડ સાઈડમાં રાખેલ સીએનજી રિક્ષા અને બોલેરોને ટ્રકના ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને રિક્ષામાં નુકશાન થયું હતું અને બોલેરો ગાડી વાળા યુવાનનો પગ કપાઈ જવાના લીધે તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

માળિયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશનેથી મળી રહેલ માહિતી મુજબ હરીપર ગામ પાસે આવેલ દેવ સોલ્ટ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં સીએનજી. રીક્ષા નં જીજે ૩૬ યુ ૨૯૧૬ માં ટ્રક અથડાવીને નુકશાન કર્યું હતું અને બોલેરો ગાડી નં. જીજે ૩૭ ટી ૩૫૬૦ ને ટકકર મારતા મહેશભાઇ કારાભાઇ મુધવા (૨૯) રહે.ભીમગુડા તા.વાંકાનેર વાળાનો જમણો પગ કપાઈ ગયો હતો અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવમાં હાલમાં રિક્ષા ચાલક હરેશભાઇ વાલાભાઇ ટોટા જાતે ભરવાડ (૨૯) રહે.હરીપર (કેરાળા) ની ફરિયાદ લઈને પોલીસે ટ્રક નંબર એપી ૩૯ ટીએકસ ૭૫૫૯ ના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

અકસ્માતમાં ઇજા

મોરબીના લાભનગરમાં રહેતો રાહુલ અશોકસિંગ નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ દરિયાલાલ કાંટા પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતા બાઈકની સાથે તેનું બાઇક અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો અને તેમાં રાહુલને ઈજા થઇ હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News