હળવદના દેવીપુર ગામની સીમમાંથી છ ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરનાર ત્રિપુટી પકડાઇ
વાંકાનેરના કોઠારીયા ગામે પ્રસંગમાં ગયેલ પ્રેમલગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર યુવતીના પિતા સહિત ચાર શખ્સોએ કર્યો હુમલો
SHARE
વાંકાનેરના કોઠારીયા ગામે પ્રસંગમાં ગયેલ પ્રેમલગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર યુવતીના પિતા સહિત ચાર શખ્સોએ કર્યો હુમલો
મૂળ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે રહેતા યુવાનના નાના ભાઈએ પ્રેમલગ્ન કરેલા છે જે બાબતનો ખાર રાખીને યુવતીના પિતા સહિતના ચાર શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડી વડે પ્રેમલગ્ન કરનાર યુવકના ભાઈ અને ભાભી ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે દંપતિને પાઇપ અને વડે માર મારીને રોડ ઉપર ઢસેડવામાં આવેલ હતા અને ગાળો આપીને પ્રેમલગ્ન કરનાર યુવકના ભાઈ અને ભાભી તથા તેના પરિવારજનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે શીતળા માની દેરી પાસે રહેતા અને હાલમાં રાજકોટના કોઠારીયા મેઇન રોડ ઉપર સાપલીયા પાર્ક શેરી નંબર છ માં રહેતા કેતનભાઇ દિલીપભાઈ કોબીયા જાતે કોળી (૨૮)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ પ્રેમજીભાઈ મકવાણા, જેરામભાઈ મનજીભાઈ મકવાણા, જયસુખભાઈ રાજુભાઈ મકવાણા અને અમિતભાઈ રાજુભાઈ મકવાણા રહે તમામ કોઠારીયા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના સગા નાનાભાઈ રાહુલે જેરામભાઈ મકવાણાની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ છે તે બાબતનો ખાર રાખીને ફરિયાદી કેતનભાઇ તથા તેના પત્ની કિરણબેન બંને તેના કૌટુંબિક ભાઈના કોઠારીયા ગામે લગ્ન હોવાથી ત્યાં ગયા હતા અને લગ્નની જાનમાં તેઓ જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓ સીએનજી રીક્ષા અને બાઈકમાં ત્યાં આવીને ફરિયાદી તથા તેના પત્નીને કારમાંથી ખેંચીને બહાર કાઢીને લોખંડના પાઇપ વડે અને લાકડી વડે માર માર્યો હતો તથા ફરિયાદીના પત્નીને રોડ ઉપર ઢસડીને માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં પરંતુ ગાળો આપીને દંપતી તથા તેના પરિવારજનો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા દંપતીએ સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે