અમદાવાદના લિસ્ટેડ બુટલેગરનું મોરબીના લાલપર પાસેથી વધુ એક દારૂનું ગોડાઉન ઝડપાયું: ૫.૭૩ લાખનો મુદામાલ કબજે
SHARE
અમદાવાદના લિસ્ટેડ બુટલેગરનું મોરબીના લાલપર પાસેથી વધુ એક દારૂનું ગોડાઉન ઝડપાયું: ૫.૭૩ લાખનો મુદામાલ કબજે
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ લાલપર એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખીને દારૂની હેરફેરી કરવામાં આવી રહી હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે અને અગાઉ અમદાવાદના લિસ્ટેડ બુટલેગરે ગોડાઉન ભાડે રાખીને કરોડો રૂપિયાનો દારૂ બીયરનો માલ ત્યાં ઉતાર્યો હતો તે જ બુટલેગરે વધુ એક ગોડાઉન ભારે રાખીને ત્યાં દારૂ રાખ્યો હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની-મોટી ૫૪૪૮ બોટલો જેની કિંમત ૫,૭૩,૬૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને અમદાવાદના લિસ્ટેટ બુટલેગર અને તેના ગોડાઉનના સંચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ લાલપર એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખીને કરોડો રૂપિયાનો દારૂ અને બીયર ત્યાં લાવીને જુદાજુદા જીલ્લામાં સપ્લાઈ કરનારા મુખ્ય સૂત્રધાર જીમીતભાઇ શંકરભાઇ પટેલને પકડવાનો બાકી છે ત્યારે આ શખ્સ દ્વારા લાલપર એસ્ટેટમાં શ્રીરામ ગોડાઉનમાં ભાડે રાખીને ત્યાં મીઠાની આડમાં દારૂની હેરફેરી શરૂ કરી હતી જેથી ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર શ્રીરામ ગોડાઉનમાં મીઠા (નમક) ની બોરીઓની આડમાં દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૮૦ મી.લી. ની ૫૩૦૪ બોટલ જેની કિંમત ૫,૩૦,૪૦૦મ વ્હીસ્કી દારૂની મોટી ૧૪૪ બોટલ જેની કિંમત ૪૩,૨૦૦ આમ કુલ મળીને દારૂની ૫૪૪૮ બોટલો જેની કિંમત ૫,૭૩,૬૦૦ તેમજ ૪૫૦ મીઠુ ભરેલ બોરીઑ સહિત ગોડાઉનમાંથી કૂલ ૫,૭૩,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ માલ ગોડાઉન ભાડે રાખનાર જીમીતભાઇ શંકરભાઇ પટેલ રહે. હરીપાર્ક સોસાયટી, સુખરામનગર, ગોમતીપુર, અમદાવાદ વાળાનો હોવાનું સામે આવેલ હતું જેથી કરીને પોલીસે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગોડાઉન ભાડે રાખનાર જીમીત પટેલ અને ગોડાઉન સંચાલક રમેશભાઇ પુંજાભાઇ પટણી રહે. ચિત્રોડ તાલુકો રાપર જિલ્લો કચ્છ વાળાની સામે પ્રોહી એકટ કલમ-૬૫ (એ) (ઇ), ૧૧૬ (બી), ૮૧ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે