મોરબીમાં મહેન્દ્રનગર ગામે આવેલ રામદૂત હોમ્સ-૨ ના પાર્કિંગમાંથી બાઈકની ચોરી
SHARE
મોરબીમાં મહેન્દ્રનગર ગામે આવેલ રામદૂત હોમ્સ-૨ ના પાર્કિંગમાંથી બાઈકની ચોરી
મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે આવેલ સોમનાથ પાર્કમાં રામદૂત હોમ્સ-૨ ના પાર્કિંગમાં બાઇકને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ અંગેની હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સોમનાથ પાર્ક-૨ માં આવેલ રામદૂત હોમ્સ-૨ ખાતે રહેતા ધવલ જયંતીલાલ ભલાણી જાતે પટેલ (૨૫)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેણે રામદૂત હોમ્સના પાર્કિંગમાં પોતાનું બાઈક નંબર જીજે ૧૧ સીજે ૨૭૨૫ પાર્ક કરીને મૂક્યું હતું જેની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે