ટંકારાના નેકનામ પાસે પેટ્રોલપંપના માલિકે હિસાબ માંગતા બે કર્મચારી સહિત સાત શખ્સોએ આપી ધમકી !
હળવદના સુંદરગઢ ગામના પાટીયા પાસેથી પાંચ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ
SHARE
હળવદના સુંદરગઢ ગામના પાટીયા પાસેથી પાંચ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ
હળવદ તાલુકાના સુંદરગઢ ગામના પાટીયા પાસેથી દારૂની પાંચ બોટલ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે આવી જ રીતે મોરબીના પાનેલી રોડ તરફ જવાના રસ્તેથી એક બોટલ દારૂ સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધેલ છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામના પાટીયા પાસેથી જાહેરમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવતા પોલીસે ૧૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સ્થળ ઉપરથી કબજે કરી હતી અને આરોપી વિજયભાઈ ભુપતભાઈ ડાભી જાતે કોળી (૨૨) રહે. નવા સુંદરગઢ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા આગળી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે
એક બોટલ દારૂ
મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં પાનેલી રોડ તરફ જવાના રસ્તે કેડા સીરામીક પાસે જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે વિપુલભાઈ બચુભાઈ બલોધરા જાતે કોળી (૨૮) રહે. મચ્છુનગર બીજા પાણીના ટાંકા પાસે મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે