મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલ ઇસમ પાસા હેઠળ સુરતની જેલ હવાલે મોરબી શહેર અને પાનેલી ગામે થયેલ મારામારીના બે બનાવમાં એક-એક આરોપીની ધરપકડ મોરબીમાં સસ્તામાં ટાઇલ્સ આપવાનું કહીને કરવામાં આવેલ 90,535 ની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી નજીકથી ઝડપાયેલ યુરીયા ખાતરના ગુનામાં માલ માંગવાનર સહિત બે ની ધરપકડ મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ પાસે પેટ્રોલપંપના માલિકે હિસાબ માંગતા બે કર્મચારી સહિત સાત શખ્સોએ આપી ધમકી !


SHARE

ટંકારાના નેકનામ પાસે પેટ્રોલપંપના માલિકે હિસાબ માંગતા બે કર્મચારી સહિત સાત શખ્સોએ આપી ધમકી !

ટંકારા તાલુકાના નેકનામ ગામ પાસે આવેલ પેટ્રોલ પંપનું સંચાલન કરતા બે કર્મચારીઓ પાસેથી પેટ્રોલ પંપના માલિકે હિસાબ માંગ્યો હતો જે બાબતે તેને સારું નથી લાગતા અન્ય પાંચ શખ્સોએ વારા ફરતી પેટ્રોલ પંપના માલિક પાસે આવીને ગાળો આપી હતી અને પેટ્રોલ પંપ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી તેમજ પેટ્રોલ પંપથી ટંકારા તરફ જવાના રસ્તા ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને વૃદ્ધે હાલમાં સાત શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના નેકનામ ગામના રહેવાસી અને હાલમાં રાજકોટમાં આવેલ રોડ ઉપર ઓમ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-૨૦૧ માં રહેતા અજીતસિંહ નાનભા ઝાલા જાતે દરબાર (૬૮)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ટેપો જસુભા ઝાલા, ઘનશ્યામસિંહ ભીખુભા ઝાલા, વિક્રમસિંહ ઉર્ફે ટીનો જસુભા ઝાલા, જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલો જસુભા ઝાલા, પરાક્રમસિંહ ઉર્ફે કાનો ઘનશ્યામસિંહ ઝાલા, અભિરાજસિંહ યુવરાજસિંહ ઝાલા અને સહદેવસિંહ જયરાજસિંહ ઝાલા રહે. બધા નેકનામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારા તાલુકાના નેકનામ ગામ પાસે તેનો પેટ્રોલ પંપ આવેલ છે અને તે પેટ્રોલ પંપનું પરાક્રમસિંહ અને સહદેવસિંહ સંચાલન કરે છે જેથી કરીને ફરિયાદીએ તેની પાસેથી પેટ્રોલ પંપનો હિસાબ માંગતા તે બંનેને સારું લાગ્યું ન હતું જેથી કરીને ધર્મેન્દ્રસિંહ, ઘનશ્યામસિંહ વિક્રમસિંહ, જીતેન્દ્રસિંહ અને પરાક્રમસિંહએ પંપ ઉપર વારા ફરતી આવીને ગાળો આપીને પેટ્રોલ પંપ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી તેમજ અભિરાજસિંહ અને સહદેવસિંહએ સાહેદને પેટ્રોલ પંપથી ટંકારા તરફ જવાના રસ્તા ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં તેના બે કર્મચારી સહિત સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે
Latest News