હળવદના સુંદરગઢ ગામના પાટીયા પાસેથી પાંચ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ
વાંકાનેર નજીક હોટલના બાથરૂમમાં લઘુશંકા કરવા ગયેલા આધેડનું હાર્ટ એટેકથી મોત
SHARE








વાંકાનેર નજીક હોટલના બાથરૂમમાં લઘુશંકા કરવા ગયેલા આધેડનું હાર્ટ એટેકથી મોત
વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે વૃંદાવન હોટલના બાથરૂમમાં સવારે લઘુશંકા કરવા માટે તેને ગયેલા આધેડને અચાનક હાર્ટએટેક આવી જતા તે નીચે પડી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી
જાણવા મળતી માહિતી મુજબ મૂળ પાટણ જિલ્લાના સમી તાલુકાના ખરચરિયા ગામના રહેવાસી અને ડ્રાઇવિંગનું કામ કરતા બબાભાઈ નાગજીભાઈ રબારી (૫૩) નામના વ્યક્તિ વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે વૃંદાવન હોટલે હતા ત્યારે ત્યાં વહેલી સવારે બાથરૂમમાં લઘુશંકા કરવા માટે થઈને ગયા હતા અને ત્યારે અચાનક તેને હાર્ટ અટેક આવી જતા તેઓ નીચે પડી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
