મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી  સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ? ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબી એલસીબીના સ્ટાફે શંકાસ્પદ એકટીવા ચાલકને અટકાવીને તપાસ કરતા કચ્છની વાહન ચોરીનો ભેદ ઉકેલાયો


SHARE











મોરબી એલસીબીના સ્ટાફે શંકાસ્પદ એકટીવા ચાલકને અટકાવીને તપાસ કરતા કચ્છની વાહન ચોરીનો ભેદ ઉકેલાયો

મોરબી એલસીબીનો સ્ટાફ વોચ તપાસમાં હતો ત્યારે શહેરના સામાકાંઠે આવેલ વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીકથી સફેદ કલરના એકટીવા સાથે નીકળેલા ઇસમને અટકાવીને તપાસ કરવામાં આવતા અને પૂછપરછ કરવામાં આવતા તેની પાસે રહેલ વાહનના તેની પાસે કોઈ કાગળ ન હોય પોકેટકોપ એપ્લિકેશન વડે તપાસ કરવામાં આવતા તે વાહન કચ્છ ખાતેથી ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું.જેથી હાલ ચોરાઉ વાહન સાથે તે ઇસમને પકડીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યાંથી કચ્છ પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.

વધુમાં મળતી માહિતી મુજબ મોરબી એલસીબી સ્ટાફના ઇશ્વરભાઇ કલોત્રા તથા સ્ટાફ વોચ તપાસમાં હતો.દરમિયાનમાં મોરબીના વાંકાનેર ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી સફેદ કલરનું એકટીવા લઈને એક શખ્સ નીકળ્યો હતો. તેને અટકાવીને તેનું નામ પૂછવામાં આવતા તેણે પોતાનું નામ કાનજી ઉર્ફે કાનો ઉર્ફે દિનેશ ઉર્ફે રમેશ બાબુભાઈ સોલંકી જાતે ભીલ (ઉમર ૨૩) રહે.શક્તિ ચેમ્બર પાછળ ઉમિયાનગર વિસ્તાર સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે વર્ષામેળી સુથાર શેરી તાલુકો અંજાર જીલ્લો કચ્છ હોવાનું જણાવ્યું હતું.તેની પાસે રહેલ એકટીવાના તેની પાસે કાગળ માંગવામાં આવતા તે ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો.તેની પાસે વાહનના કોઈ આધાર પુરાવા ન હોય શંકા જતા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તે એકટીવાના એન્જિન-ચેસીસ નંબર આધારે તપાસ કરવામાં આવતા વાહનના નંબર જીજે ૧૨ ડીએફ ૦૭૭૦ હોવાનું સામે આવ્યું હતું અને ઉપરોક્ત એકટીવા કચ્છ ખાતેથી ચોરી થયેલ હોય હાલ આગળની તપાસ માટે પકડાયેલા કાનજી બાબુ સોલંકીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ માટે કચ્છ પોલીસ દ્વારા તેનો કબ્જો લેવામાં આવ્યો હોવાનું હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીના બનાવમાં ચારને ઇજા

મોરબીના શનાળા ગામ પાસે આવેલ સીએનજીના પેટ્રોલ પંપ પાસે રહેતા રેખાબેન હમીરભાઇ ચારોલા (ઉમર ૩૫), કાળુભાઈ મોનાભાઈ વાઘેલા (ઉંમર ૪૫), મંગુબેન કાળુભાઈ વાઘેલા (ઉંમર ૪૦) અને વનરાજ કાળુભાઈ વાઘેલા (ઉંમર ૧૪) ને પંપ નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા મારામારીના કારણ બાબતે આગળની તપાસ શરૂ કરાઇ છે.

વાહન અકસ્માતમાં આધેડ ઇજાગ્રસ્ત

મોરબીના સામાકાંઠે લાલબાગના પાછળના ભાગે આવેલા અનંતનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ અમરદાસભાઈ નિમાવત નામના ૫૨ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા સ્ટાફના અશોકભાઈ સારદીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેઓના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત કિશોરભાઈ નિમાવત બાઇક લઈને મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પટેલનગર નજીકથી જતા હતા.ત્યારે બપોરના એકાદ વાગ્યાના અરસામાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી થાપાના ભાગે ઈજા પામેલા હાલતમાં તેમને સારવાર માટે લઈ જવાયા હતા.




Latest News