મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

હળવદમાં પત્નીની હત્યા કરનાર પતિએ ઝેર પી જીવન ટુંકાવ્યુ, લાશ મળી


SHARE















હળવદમાં પત્નીની હત્યા કરનાર પતિએ ઝેર પી જીવન ટુંકાવ્યુ, લાશ મળી

મોરબીના હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં પત્નીની હત્યા કરીને પતિ ફરાર થઈ ગયો હતો અને દરમિયાનમાં પત્નીની હત્યા કરનાર ઇસમે તેના ઘર નજીક આવેલ મંદિર પાસે ઝેરી દવા પી લઇને આપઘાત કરી લીધો હોવાનું સામે આવેલ છે.દારૂના દૂષણને લઈને દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ પત્નીની હત્યા કરીને આરોપી પતિ ભાગી ગયો હતો જોકે ભુલનો પછતાવો થયો હોય તેમ તેણે તેના ઘર નજીક આવેલ હનુમાન મંદિર પાસે ઝેરી દવા ગટગટાવીને જીંદગીનો અંત આણ્યો હતો.આમ દારૂના દુષણે પરિવારનો માળો વિંખી નાખ્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં મદીનાબેન યુનુસભાઈ સંધી (૩૫) ની હત્યા તેમના જ પતિ યુનુસભાઈ દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. જેથી કરીને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.જેથી કરીને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતક મહિલાને તેના પતિ સાથે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ તે મહિલાની તેના જ પતિએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખેલ હતી અને આરોપી ફરાર થઈ ગયો હતો જે આરોપી પતિ યુનુસભાઈ સંધીનો ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આવેલ મંદિર પાસેથી આપઘાત કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે જેથી કરીને તેના બોડીને પણ હાલમાં પોલીસે પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે ખસેડયો છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News