મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી મોરબીના રવાપર ગામે ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત: હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી નજીક સમાધાન કરવા ગયેલા યુવાનને માર મારવાના ગુનામાં હવે મહિલા આરોપીની ધરપકડ


SHARE









મોરબી નજીક સમાધાન કરવા ગયેલા યુવાનને માર મારવાના ગુનામાં હવે મહિલા આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં મામાના દીકરાને થયેલ ઝઘડાનું સમાધાન કરવા માટે ગયેલા યુવાન ઉપર મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ ધોકા વડે માર માર્યો હતો જે ગુનામાં પહેલા બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કાર્બો લેન્ડ કારખાનામાં રહેતા ઘનશ્યામભાઈ રતનભાઇ ડામોર જાતે આદિવાસી (૨૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ક્રિષ્નાપાલ તેમજ કૃષ્ણપાલના પત્ની અને મોહિત નામના ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના મામાના દીકરા મહેશને કારખાનામાં ઝઘડો થયેલ હતો જે બાબતનું સમાધાન કરવા માટે થઈને તે ગયો હતો અને દરમિયાન ત્રણેય આરોપીઓ દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી અને આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરીને તેને ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી ફરિયાદી યુવાનને માથામાં અને શરીરને ઇજાઓ થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પહેલા પોલીસે આરોપી કૃષ્ણકાંત લાલસિંહ મીણા અને મોહિત ગોવિંદસિંહ મીણાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે મહિલા આરોપી સુષ્માબેન કૃષ્ણપાલ મીણા (૨૧) રહે કાર્બોલેન્ડ કોલના લેબર ક્વાર્ટરમાં ટિંબડી  તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પરસોતમ ચોક પાસે રહેતા રણજીતભાઈ રસિકભાઈ હમીરપરા (૨૫) નામનો યુવાન મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કે.કે. સ્ટીલ પાસેથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે કાદવમાં બાઈક સ્લીપ થવાના કારણે તે યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ પાવડીયારી નજીક અને મજૂરી કામ કરતા યોગેશ દત્ત ખંડે (૨૪) અને ગણેશ દત્ત ખંડે (૨૩) નામના બે યુવાનોને મારા મારીમાં ઇજા થઈ હતી જેથી બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.એસ. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે




Latest News