હળવદમાં પત્નીની હત્યા કરનાર પતિએ ઝેર પી જીવન ટુંકાવ્યુ, લાશ મળી
મોરબીમાં લાઇનસ ક્લબ ઓફ ભારત દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ હરીફાઈ યોજાઇ
SHARE
મોરબીમાં લાઇનસ ક્લબ ઓફ ભારત દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ હરીફાઈ યોજાઇ
પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે લાઇનસ ક્લબ ઓફ ભારત મોરબી દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીના બહેનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બધા બહેનોએ ખુબ સરસ વસ્તુઓ બનાવી હતી આ કાર્યક્રમમાં જજ તરીકે પ્રફુલાબેન કોટેચા અને નિમિષાબેન ખન્નાએ સેવા આપી હતી.
આ કાર્યક્રમમાં વિજેતા થયેલા બહેનોને શિલ્ડ અને ઇનામો નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા તરફથી આપવામાં આવ્યા હતા. આ સાથે ભાગ લેનાર દરેક સ્પર્ધકને ક્લબ દ્વારા સર્ટિફિકેટ અને ગિફ્ટ વાઉચર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં મેમ્બરોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ સર્વેનો આભાર માન્યો હતો.