મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત મોરબીમાં આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સિલિકોસિસ દર્દીઓ માટે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો મોરબીમાં સોનલ બીજની કરાઈ ભવ્ય ઉજવણી મોરબી પાલિકા બિલ્ડિંગે મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્યું મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ મીએ યોજાશે મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકા બનતા ઉદ્યોગકારો સહિતના લોકોનું મેટ્રો સિટી તરફનું સ્થળાંતર અટકશે, તૈયાર મિલકતોના ભાવમાં 30 થી 40 ટકા વધારો નિશ્ચિત મોરબી જિલ્લામાં દારૂની ચાર રેડ: 31 બોટલ દારૂ-20 બિયરના ટીન કબજે કરતી પોલીસે
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે અજાણ્યા ડમ્પર ચાલકે એઇટી ને હડફેટે લેતા વૃધ્ધનું મોત, ગુનો નોંધાયો


SHARE















મોરબીના લાલપર પાસે અજાણ્યા ડમ્પર ચાલકે એઇટી ને હડફેટે લેતા વૃધ્ધનું મોત, ગુનો નોંધાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ નજીક જનતા સુપર મોલની સામે નેશનલ હાઇવે રોડ ઉપરથી વૃદ્ધ પોતાનું એઇટી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે તેને એઇટીને હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યુ હતુ અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક ના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં જય અંબે સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ કેશવદાસભાઈ દેવમુરારી જાતે બાવાજી (૪૪) એ અજાણ્યા ડમ્પરચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેના પિતા કેશવદાસભાઈ દેવમુરારી જાતે બાવાજી મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર લાલપર ગામ પાસે આવેલ જનતા સુપર મોલ સામેથી પોતાનું નંબર જીજે ૩ કે કે ૮૧૯૩ લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ જાણ કરી ન હતી જેથી કરીને હાલમાં મૃતક ના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ડમ્પરચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતો મનોજ રમેશભાઈ વડાવીયા નામનો ૩૫ વર્ષનો યુવાન મોરબીના માળીયા હાઇવે ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે લક્ષ્મીનગર ગામ પાસેના ઓવરબ્રિજ નજીક રામેશ્વર પેટ્રોલ પંપ પાસે તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું.જેથી ઈજા પામેલ મનોજ વડાવીયાને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવની હોસ્પિટલ તરફથી જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીના બનાવમાં ઈજા

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ જગદીશભાઈ ચૌહાણ નામના ૩૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.તા.૧૧ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રફાળેશ્વર ગામે થયેલ મારામારીના બનાવમાં ઘવાયેલા ભરત ચૌહાણને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.જેથી બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલ હોય હાલ તાલુકા પોલીસ મથકના એમ.જે. કહાંગરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસ મથકના સૂત્રોએ જણાવેલ છે.






Latest News