મોરબીના લાલપર પાસે અજાણ્યા ડમ્પર ચાલકે એઇટી ને હડફેટે લેતા વૃધ્ધનું મોત, ગુનો નોંધાયો
મોરબીના વાવડી રોડ તેમજ માળીયા (મિં) નજીક માધવ હોટલની પાછળ વંડામાં જુગાર રમતા દસ શખ્સ ઝડપાયા
SHARE









મોરબીના વાવડી રોડ તેમજ માળીયા (મિં) નજીક માધવ હોટલની પાછળ વંડામાં જુગાર રમતા દસ શખ્સ ઝડપાયા
માળીયા મિંયાણા નજીક આવેલ માધવ હોટલની પાછળના ભાગમાં વંડામાં ખુલી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦,૪૩૦ ની રોકડ કબ્જે કરીને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા નજીક આવેલ માધવ હોટલ પાછળ ચાર નંબરના વંડામાં ખુલી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હૈદરભાઈ ખીમાભાઈ માણેક (૬૮), સલેમાનભાઈ આમદભાઈ જામ (૬૨), રહેમાનભાઈ દાઉદભાઈ મોવર (૫૨), અશરફભાઈ અલીયાસભાઈ માલાણી (૨૫), નુરાલીભાઈ અલીયાસભાઈ માલાણી (૩૪), અલ્તાફભાઈ અબ્દુલભાઈ માલાણી (૨૭) અને જુમાભાઈ કરીમભાઇ સેડાત (૪૭) રહે બધા માળીયા (મિં.) વાળાઓ જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૪૩૦ ની રોકડ કબ્જે કરી હતી અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જુગાર
મોરબીના વાવડી રોડ ઉપર કપિલા હનુમાન પાસે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો છે.તેવી બાતમી મળતા એ ડિવિઝન પોલીસે ત્યાં રેડ કરી હતી. ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલ દીપક બટુકલાલ પારેખ સોની (૪૯) રહે.પખાલી શેરી રાજગોર ફળી મોરબી, જાવેદશા રસુલશા શાહમદાર ફકીર (૨૮) રહે.મહેન્દ્રપરા શેરી નંબર-૧૨ તેમજ સલીમ હાજીભાઈ સુમરા સંધિ (૩૫) રહે.ભારતપરા પંચાસર રોડ મોરબી વાળાઓ જાહેરમાં જૂગાર રમતા મળી આવતા તેમની રોકડા રૂપિયા ૧૫૭૦ સાથે અટકાયત કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો
