મોરબીના વાવડી રોડ તેમજ માળીયા (મિં) નજીક માધવ હોટલની પાછળ વંડામાં જુગાર રમતા દસ શખ્સ ઝડપાયા
મોરબીમાં જોબની લાલચ આપ્યા બાદ લિંક મોકલી ફોન પે-ગુગલ પે મારફતે રૂા.૭૭,૮૫૦ ની છેતરપિંડી : ગુનો નોંધાતા તપાસ શરૂ
SHARE









મોરબીમાં જોબની લાલચ આપ્યા બાદ લિંક મોકલી ફોન પે-ગુગલ પે મારફતે રૂા.૭૭,૮૫૦ ની છેતરપિંડી : ગુનો નોંધાતા તપાસ શરૂ
મોરબી શહેર તેમજ ગુજરાતભરમાં હાલમાં સાઇબર ક્રાઇમના બનાવો ખુબ જ વધી રહ્યા છે.આજના દિવસમાં જ મોરબીમાં સાયબર ક્રાઇમના બે ગુના નોંધાયા છે.જેમાં બેંકમાં કામ કરતી મહિલાએ પાડોશીનો વિશ્વાસ કેળવીને રૂપિયા ૧૮ લાખની છેતરપિંડી કરી છે તેવો બનાવ સામે આવેલ છે.તે રીતે જ મોરબીમાં રહેતા સથવારા યુવાનને નોકરીની લાલચ આપી તેના માટે લિંક મોકલી તે લિંકના આધારે ગૂગલ પે અને ફોન પે મારફતે તે યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી જુદા-જુદા બે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને રૂા.૭૭,૮૫૦ ની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે.
મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે હાલમાં ભરતભાઇ ચમનલાલ ડાભી જાતે દલવાડી (ઉ.વ ૩૨) ધંધો સીરામીક નોકરી રહે.મોરબી માધાપર શેરી નંબર-૨૦ એ તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી બાબતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં બે બેંક નંબરો આપવામાં આવ્યા છે અને તેના મારફતે ચીટીંગ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાય છે.ફરીયાદી ભરતભાઇ ડાભીએ પોલીસને જણાવેલ છે કે મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં અર્બનડાય નામના કારખાનામાં તે હતો ત્યારે ગત તા.૨૨-૩-૨૪ ના બપોરે બે વાગ્યાના અરસામાં તેની સાથે ચેટિંગ કરવામાં આવેલ છે.જેમાં ફરીયાદીએ બેંક એકાઉન્ટ નંબર 00000040569907058 તેમજ બેંક એકાઉન્ટ નંબર 00000042722219861 ના ધારક સામે ફરીયાદ નોંધાવીને જણાવેલ છેકે, તે પોતે મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ અર્બનડાય નામના કારખાને હતો ત્યારે આ કામના અજાણ્યા આરોપીએ તેને ટેલીગ્રામમાં mvs8826.cc/index વાળી લીંક મોકલીને ઓનલાઇન જોબની લાલચ આપી હતી.જે વાતનો તેણે વિશ્વાસ કેળવ્યા બાદ ટેકનીકલ માધ્યમથી ઇલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કરી એસબીઆઇના બેંક એકાઉન્ટ નંબર 00000040569907058 તથા 00000042722219861 વાળામાં ફરૂયાદીના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી ફોન પે તથા ગુગલ પે મારફતે ફરીયાદી પાસેથી કુલ રૂ.૭૭,૮૫૦ મેળવી લીધા હતા.જે નાણા આજદીન સુધી પરત નહી આપીને ગુન્હાહીત વિશ્વાસધાત છેતરપીંડી કરી હતી.આ બાબતે ગુન્હો કર્યા બાબત કલમ-૪૦૬, ૪૨૦ તથા આઇટી એકટ-૨૦૦૦ ની કલમ-૬૬(ડી) મુજબ તાલુકા પોલીસમાં ગુનો નોંધાતા હાલ તાલુકા પીઆઇ એન.આર.મકવાણાએ આગળની તપાસ શરૂ કરેલ છેે.
