Morbi Today
મોરબી કરણી સેના દ્વારા વાઘજી ઠાકોરની પુણ્યતિથિએ ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ
SHARE









મોરબી કરણી સેના દ્વારા વાઘજી ઠાકોરની પુણ્યતિથિએ ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબીના પ્રજા વત્સલ રાજવી પરિવારના ઠાકોર વાઘજી સાહેબને મોરબીવાસીઓ દેવની જેમ પૂજે છે અને મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકની પાસે તેઓનું સ્ટેચ્યુ પણ આવેલ છે.આજે પણ લોકો તેમની માનતા રાખે છે. ત્યારે રાજપુત કરણી સેના-મોરબી દ્વારા મોરબીના રાજવી પરિવારના ઠાકોર વાઘજી ઠાકોરની પુણ્યતિથિ નિમિત્તે તેઓને ત્યાં ફૂલહાર કરીને તેઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
