મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

૨૧ જુને મોરબી જિલ્લો બનશે યોગમય; ૧૬ થી ૨૦ જૂનની દરમિયાન યોજાશે વિવિધ યોગ કાર્યક્રમ


SHARE













૨૧ જુને મોરબી જિલ્લો બનશે યોગમય; ૧૬ થી ૨૦ જૂનની દરમિયાન યોજાશે વિવિધ યોગ કાર્યક્રમ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે પૂર્વ આયોજન માટે બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવા સંદર્ભે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સંબંધીત વિભાગો સાથે પૂર્વ આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.૨૧ જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય અને આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સવિશેષ રીતે કરવામાં આવે તે માટે સંબંધિત વિભાગ સાથે પૂર્વ આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમનું સુચાર રૂપે આયોજન થાય તેમજ ધાર્મિક, ઐતિહાસિક, અને હેરિટેજ સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે અને જિલ્લાની શૈક્ષણિક તેમજ અન્ય વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ. અને લોકો સ્વૈચ્છિક રીતે આ આયોજનમાં જોડાય તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. શહેરી વિસ્તારોમાં ૧૬ થી ૨૦ જૂન દરમિયાન શહેરના મુખ્ય સ્થળો પર યોગના વિવિધ કાર્યક્રમો યોજાય તે માટે પણ યોગ્ય આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ.ગઢવી, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તેમજ માર્ગ અને મકાન વિભાગ (ઈલેક્ટ્રીક) ના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News