૨૧ જુને મોરબી જિલ્લો બનશે યોગમય; ૧૬ થી ૨૦ જૂનની દરમિયાન યોજાશે વિવિધ યોગ કાર્યક્રમ
વૃક્ષના જતનમાં જીવ ગયો: મોરબી નજીક વીરપર પાસે ત્રિપલ અકસ્માત થતાં એકનું મોત
SHARE







વૃક્ષના જતનમાં જીવ ગયો: મોરબી નજીક વીરપર પાસે ત્રિપલ અકસ્માત થતાં એકનું મોત
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે ડિવાઇડરની વચ્ચે વૃક્ષનુ વાવેતર કરવામાં આવ્યું છે તેને પાણી આપવા માટે સંસ્થાનું ટેન્કર જઈ રહ્યું હતું ત્યારે પાછળ આવી રહેલા ટ્રક ચાલકે બ્રેક કરી હતી.જેથી કરીને તેની પાછળ આવી રહેલ ટેન્કર ટ્રકની પાછળ અથડાયું હતું અને તે ટેન્કરની પાછળના ભાગમાં કન્ટેનર ટ્રક અથડાતા ત્રિપલ અકસ્માત થયો હતો અને તેમાં એક યુવાનનું મોત નીપજયું છે.જે બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઈવે રોડ ઉપર આવેલ ટંકારાના વીરપર ગામ પાસે નવયુગ કોલેજ તરફ જવાના રસ્તા સામે બા ની વાડી નજીક ડિવાઇડરની વચ્ચે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.તેને સેવાભાવી સંસ્થાનું ટેન્કર પાણી આપી રહ્યું હતું.ત્યારે પાછળથી એક ગુણીઓ ભરેલો ટ્રક તેમાં અથડાયો હતો.ત્યાર બાદ તે ટ્રકની પાછળના ભાગમાં એક ટેન્કર અથડાયું હતું અને તેની પાછળ ટ્રક કન્ટેનર અથડાતાં તેની કેબિનનો ભુક્કો બોલી ગયો હતો અને આ ત્રિપલ અકસ્માતના બનાવમાં છેલ્લા ટ્રકમાં રહેલા ગુડ્ડુભાઈ શિવનાથભાઈ રાય (૪૨) રહે.તારન (બિહાર) ને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફના રાજેશભાઇ કણઝારી બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરેલ છે.આ બનાવમાં વૃક્ષોને પાણી પીવડાવી રહેલ એક વ્યક્તિને પણ માથાના ભાગે ઇજાઓ થયેલી હોય સારવારમાં લઈ જવાયો હતો.
યુવાન રાજકોટ ખસેડાયો
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતો વેવલાભાઈ લાલચંદભાઈ બાંભવા નામનો ૪૫ વર્ષનો યુવાન મોરબીના રાજપર-નસીતપર રોડ ઉપરથી જતો હતો ત્યારે રાજપર ગામના તળાવ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ૧૦૮ વડે તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.સિવિલ હોસ્પિટલ ખાતેથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા આ બનાવ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામે એગલીસ કંપનીના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતો મનોજ અમરશીભાઈ ચારેલ નામનો ૪૨ વર્ષનો યુવાન બાઈક લઈને બેલા ગામ પાસેથી જતો હતો.ત્યારે રસ્તામાં તે બાઈક સહિત નીચે પડી જતા ડાબા હાથના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેને શહેરના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

