વાંકાનેરના મેસરીયા નજીક કારખાનામાં ટ્રકમાંથી પ્લાસ્ટિક વેસ્ટની ગાંસડી માથે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE






વાંકાનેરના મેસરીયા નજીક કારખાનામાં ટ્રકમાંથી પ્લાસ્ટિક વેસ્ટની ગાંસડી માથે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ કારખાનામાં ટ્રકમાં ભરેલ પ્લાસ્ટિક વેસ્ટની ગાંસડીઓ ઉતારવા સમયે દોરડું ખોલતા હતા ત્યારે ઉપરથી પ્લાસ્ટિક વેસ્ટની ગાંસડી માથે પડતા યુવાન બેભાને થઈ ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ તમિલનાડુના સેલમ જિલ્લાના વાલાપડી તાલુકામાં આવતા વેપીલાઇ પટી ૧૯. કડીયાનર ખાતે રહેતાને ડ્રાઇવિંગ કરતા સરવાનન દાસન ઉર્ફે થાસન વનીયર (૪૧) નામનો યુવાન વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ સેન્ડ બેરી ફાઇબર ટેક નામના કારખાનામાં રાખેલ ટ્રકમાંથી પ્લાસ્ટિક વેસ્ટની ગાંસડીઓ ઉતારવા માટે ટ્રકની ફરતે બાંધેલ દોરડાને ખોલતો હતો દરમિયાન અચાનક અકસ્માતે ઉપરથી પ્લાસ્ટિક વેસ્ટની ગાંસડી તેના ઉપર પડી હતી જેથી કરીને યુવાન બેભાન થઈ જતા તેને બેભાન હાલતમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે
મહિલા સારવારમાં
મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા જ્યોતિબેન મહેશભાઈ વ્યાસ (૪૫) નામના મહિલા એકટીવા લઈને મોરબીના ઉમિયા સર્કલથી કંડલા બાયપાસ રોડ તરફ જવાના રસ્તા ઉપર આવતી ગોકુલ મથુરા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં રસ્તામાં તેનું એકટીવા સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઈજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે
બાઇક સ્લીપ
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સીડ ફાર્મ પાસે રહેતા સાજીદ કાસમભાઈ નામના વ્યક્તિ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે તે વિસ્તારમાં બાઈક સ્લીપ થવાની ઘટના બની હતી અને જેમાં તેને ઇજાઓ થઈ હતી જેથી તે વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવેલ છે

