મોરબીમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટે કરેલ હુકમ સામે આરોપીએ કરેલી અપીલ રીજેકટ: સજાનો હુકમ કાયમ રાખતી સેશન્સ કોર્ટ મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 13 અને 16 તારીખે શહેરમાં જુદીજુદી બે જગ્યાએ સેવા સેતુ ૨.૦ કાર્યક્રમનું આયોજન રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી. નો જથ્થો ઉપલબ્ધ છે: સરકાર મોરબીમાં સત્સંગ સભાથી સ્ત્રી સશક્તિકરણનું જ્ઞાન આપી પિતાએ પુત્રીના જન્મદિવસને યાદગાર બનાવ્યો મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી-ઉપપ્રમુખોની વરણી કરાઇ ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાં ટ્રાન્સપોટ ઉદ્યોગ ઠપ્પ: નેશનલ હાઇવે સૂમસામ મોરબીમાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોના ત્રાસથી કંટાળીને વૃદ્ધાએ કરેલા આપઘાતના ગુનામાં મહિલા સહિત 8 આરોપીની ધરપકડ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ડેમો તેમજ નર્મદાની કેનાલોમાંથી ઉનાળુ પાક માટે પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી. નો જથ્થો ઉપલબ્ધ છે: સરકાર


SHARE













રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી. નો જથ્થો ઉપલબ્ધ છે: સરકાર

મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાં LPG સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્‍દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહેલ છે. 

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઉપલબ્ધ LPG સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે.ગુજરાત રાજ્યમાં 30% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પૂરો પાડવામાં આવે છે. PNG નો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત રાજ્યની પરિસ્થિત વધારે સારી છે.  

રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી.જી. નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્‍દ્ર સરકારના સૂચન હેઠળ જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી. સિલિન્‍ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ એલ.પી.જી સંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે. 

કેન્‍દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્‍ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવેલ છે. પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સસ્થાઓ તેમની જરૂરીયાત મુજબ એલ.પી.જી ફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે. પરંતુ, એલ.પી.જીનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલ કીંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા એલ.પી.જી કંટ્રોલ ઓડર-2000 મુજબ કાયદાકીય રીતે ગુનો બને છે. તથા આવી પ્રવૃતિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા ફોજદારી પગલા પણ લેવાની જોગવાઈ છે. 




Latest News