મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જૂની બોલાચાલીનો ખાર રાખીને યુવાનના હાથમાં બચકું ભરી લઈને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ


SHARE









વાંકાનેરમાં જૂની બોલાચાલીનો ખાર રાખીને યુવાનના હાથમાં બચકું ભરી લઈને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ

વાંકાનેરમાં આવેલ વોરા સમાજના જમાત ખાનામાં જમવા બેસવા બાબતે યુવાન સાથે બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખીને બે શખ્સો દ્વારા તેની સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારે બે પૈકી એક શખ્સે યુવાને જમણા હાથની આંગળીમાં બચકું ભરી લીધું હતું અને બીજા શખ્સે દાઢી ખેંચીને યુવાનને પછાડી દઈને ગાળો આપી હતી અને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના દિવાનપરામાં ઈદમસ્જિદ પાસે રહેતા હુસેનભાઇ મહમદહુસેન વેદ (દાઉદી વોરા) (39) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મુર્તુજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી રહે. બંને વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરમાં આવેલ વોરા સમાજના જમાતખાના પાસે તેઓ હતા ત્યારે અગાઉ આરોપીઓ સાથે જમાતખાનામાં જમવા બેસવા બાબતે બોલાચાલી થઈ હતી તે બાબતનો ખાર રાખીને આરોપી મુર્તુજાએ ફરિયાદી સાથે ઝપાઝપી કરીને જમણા હાથની આંગળીમાં બચકૂ ભરી લીધું હતું જ્યારે અબ્બાસભાઈએ ફરિયાદીની દાઢીને ખેંચીને પછાડી દીધા બાદ ગાળો આપી હતી અને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News