મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટે કરેલ હુકમ સામે આરોપીએ કરેલી અપીલ રીજેકટ: સજાનો હુકમ કાયમ રાખતી સેશન્સ કોર્ટ


SHARE









મોરબીમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટે કરેલ હુકમ સામે આરોપીએ કરેલી અપીલ રીજેકટ: સજાનો હુકમ કાયમ રાખતી સેશન્સ કોર્ટ

મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં મહેસાણાના વ્યક્તિને નીચેની કોર્ટે સજા કરી હતી જે હુકમને સેસન્સ કોર્ટે કાયમ રાખ્યો છે અને દિન ૧૫ માં સરન્ડર થાવાનો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી જીગરકુમાર અતૃતલાલ દરજી તથા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરી બંને મહેસાણાના વતની હતા. અને બંન્ને વર્ષોથી સબંધ હતા. જેથી આરોપી રમેશભાઈએ ફરીયાદી જીગરભાઈ તથા તેના માતા પાસેથી વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ દરમ્યાન ટુકડે ટુકડે 20.50 લાખ હાથ ઉછીના લીધેલ હતા ત્યારબાદ સમય વીતતા ફરીયાદીને રકમની જરૂરીયાત પડતા ફરીયાદીએ આરોપી પાસેથી રકમની માંગણી કરતા જેથી આરોપીએ કહેલ કે અમો તમોને ટુકડે ટુકડે ચુકવી આપીશ તેવો વિશ્વાસ આપેલ હતો જેથી આ મુજબ ફરીયાદી તથા આરોપી વચ્ચે સમજૂતી કરાર થયેલ હતો અને તે કરાર મુજબ આરોપીએ ચાર ચેક ફરીયાદીને આપેલ હતા

તે ચેકો પૈકી એક ચેક ૪ લાખનો તા.૨૫/૬/૨૦૧૯ નો, એક ચેક ૩.૫૦ લાખ નો તા.૨૫/૧૨/૧૯ નો આપેલ હતા જે ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં જમા કરાવતા ચેક વણચુકવ્યો પરત થતા ફરીયાદી જીગરભાઈ ચેક રીર્ટનનો કેસ ફો.કે.ન.૫૩૮૮/૧૯ અને ફો.કે.નં.૧૬૭૨/૨૦ કરેલ જે કેસ નીચેની કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક કેસમાં અઢાર માસની સજા અને એક કેસમાં એક વર્ષની સજા તથા ડબલ રકમ અને ૯ ટકા વ્યાજ સહીત ભરપાઈ કરવાનો હુકમ કર્યો હતો.

આ હુકમની સામે આરોપી રમેશભાઈ ચૌધરીએ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ ફોજદારી અપીલ નં.૧૧૯/૨૫ અને ૧૨૯/૨૫ અપીલ દાખલ કરેલ હતી અને જે અપીલ ચાલી જતા મુળ ફરીયાદીની દલીલ તેમજ રજુ કરેલ દસ્તાવેજી પુરાવા તેમજ ચુકાદાઓ ધ્યાને લઈને આરોપીની અપીલ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા અપીલ રીજેકટ કરી સજાનો હુકમ કાયમ રાખેલ છે અને સજા ભોગવવા માટે દિન-૧૫ માં આરોપીને નામદાર નીચેની કોર્ટમાં સરન્ડર થવાનો હુકમ કરેલ છે આ બંન્ને અપીલ કેસમાં મુળ ફરીયાદી જીગરભાઈ દરજી તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયેલ હતા.




Latest News