મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી 800 મીટર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરી


SHARE









વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી 800 મીટર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરી

વાંકાનેરના ભેરડા ગામની સીમમાં આવેલ બેલા પથ્થરની ખાણના લેબર ક્વાર્ટરની અંદર કેબલ પટ્ટી વાયર રાખવામાં આવ્યો હતો જેમાંથી 800 મીટર વાયર તથા સ્ટાર્ટર નંગ 8 ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 1,94,400 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરની પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા બલભદ્રસિંહ રણજીતસિંહ જાડેજા (42)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના ભેરડા ગામની સીમમાં ગુરુકૃપા મિનરલ્સ નામે બેલા પથ્થરનો પ્લાન્ટ આવેલ છે અને ત્યાં લેબર ક્વાર્ટરની અંદર 6 એમએમ પટ્ટી કેબલ વાયર રાખવામાં આવ્યો હતો દરમિયાન ગત તા. 6/3 ના સાંજના 5 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 8:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા લેબર કવાર્ટરના તાળા તોડીને ત્યાં અંદર પ્રવેશ કરીને 800 મીટર જેટલો કેબલ વાયર જેની કિંમત 1,86,400 તથા પાવર પ્લાન્ટના સ્ટાર્ટર 8 નંગ જેની કિંમત 8000 રૂપિયા આમ કુલ મળીને 1,94,400 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News