મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં ડુબી જતા યુવાનનું મોત: લાશ મળી મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પાવડરના ઢગલાની કુંડીમાં પડી જતાં શ્વાસ રૂંધઇ જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી હળવદના ચરાડવા ગામે કામ ધંધો ન કરતાં દીકરા સાથે ઝઘડો થતાં પિતાએ જ ગળાટૂંપો આપીને કરી નાખી હત્યા મોરબીના ખેવારીયા ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ પડતાં નાસભાગ: 2 શખ્સ પકડાયા, 4 નાસી ગયા મોરબી શહેર અને તાલુકામાં દારૂની ત્રણ રેડ: 10 બોટલ સાથે 3 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયત ખાતાની યોજનાનો લાભ લેવા અરજી કરનારા ખેડૂતો જોગ


SHARE

















મોરબી જીલ્લામાં બાગાયત ખાતાની યોજનાનો લાભ લેવા અરજી કરનારા ખેડૂતો જોગ

ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરી હોય પરંતુ જેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનીક કાગળો બાગાયત કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો યોજનાઓ હેઠળની સહાયથી વંચિત રહી ન જાય તેવા હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે બાગાયતદાર ખેડૂતોને જરૂરી સાધનિક કાગળો જોડવા માટે જણાવવામાં આવ્યું છે.


બાગાયતદાર ખેડૂતોએ ઓનલાઇન અરજીપત્રક સાથે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો ૩૦/૬/૨૦૨૪ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે અચૂક રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. સમયમર્યાદા બહાર આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહી જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે



Latest News