મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વાંકાનેરની શિવપાર્ક સોસાયટીના લોકોને 10 દિ’થી પાણી ન મળતા દેકારો : તાલુકા પંચાયત કચેરીમાં માટલા ફોડયા


SHARE













વાંકાનેરની શિવપાર્ક સોસાયટીના લોકોને 10 દિ’થી પાણી ન મળતા દેકારો : તાલુકા પંચાયત કચેરીમાં માટલા ફોડયા

પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી : ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર

ભરઉનાળે વાંકાનેર તાલુકાના અનેક ગામડાઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા પેદા થઇ છે ત્યારે વાંકાનેરની  શિવ પાર્ક સોસાયટીના નાગરિકો છેલ્લા દસ દિવસથી પાણી વહોણા બન્યા હોય ત્યારે સોસાયટીના રહીશો સવારથી પાણીની માંગ સાથે ભટકી રહ્યા હતા.

જેમાં પ્રથમ નાગરિકો ધારાસભ્ય જીતુભાઇ સોમાણી પાસે રજુઆત કરવા પહોંચ્યા હોય, જયાં યોગ્ય કરવા આશ્ર્વાસન આપ્યા બાદમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને રજુઆત કરવા પહોંચેલ મહિલાઓએ માટલા ફોડી, થાળી વગાડી પાણીની માંગ કરી હતી. આ સાથે જ મહિલાઓએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા અને ઉગ્ર દેખાવો કરી જયાં સુધી સોસાયટીમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશે નહીં ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

આ સાથે જ મહિલાઓએ પાણીની પારાયણ બાબતે પોતાની વ્યથા ઠાલવવા જણાવ્યું હતું કે ચૂંટણી સમયે અમારી પાસે મત લેવા દોડતા નેતાઓ ખાલી મોટા મોટા વચનો આપેલ, જયારે આજે અમારી સમસ્યા દુર કરવા ફુટબોલ જેમ જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે. 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર ઘર નલ સે જલની વાતો કરે છે. ત્યારે અમારી 400 પરિવારો ધરાવતી સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ ઘરે નળમાં પાણી આવેલ નથી છતાં ભાજપ ઉપર વિશ્ર્વાસ મુકયો હતો અને અમોએ મતો આપી ભાજપને સતા પર બેસાડયા હતા.

આજે તેજ ભાજપના નેતાઓ અમારી વેદના સાંભળવાની તસ્દી લેવા તૈયાર નથી. અરે ઘરે ઘરે નહિ પરંતુ શેરીમાં જાહેર નળ સ્ટેન્ડ ખાતે પણ છેલ્લા દસ દિવસથી પાણી વિતરણ  કરવામાં આવ્યું નથી. હાલના કાળઝાળ ગરમી અને આકરા તાપમાં પાણી ભરવા કયાં જવું તેવા વેધક સવાલો મહિલાઓએ કર્યા હતા.








Latest News