મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મૈત્રી કરાર કરનારા યુવાનના પરિવારને સમજાવવા ગયેલ યુવતીના મામાને માર મારવાના ગુનામાં વધુ ૭ આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં મૈત્રી કરાર કરનારા યુવાનના પરિવારને સમજાવવા ગયેલ યુવતીના મામાને માર મારવાના ગુનામાં વધુ ૭ આરોપીની ધરપકડ

મોરબીની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા યુવાને યુવતીને ભગાડીને મૈત્રી કરાર કર્યા હતા અને તે બાબતે યુવતીને મામાને ફોન ઉપર મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેને સમજાવવા માટે જતાં યુવતીના મામા સહિતનાઓને માર માર્યો હતો જેની ફરિયાદ આધારે અગાઉ ત્રણ આરોપીને પકડ્યા હતા અન એહળમાં મૈત્રી કરાર કરનાર યુવાન સહિત કુલ મળીને ૭ આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે સિરાજભાઈ ઉર્ફે દુખી અમીરઅલી પોપટિયા જાતે ખોજા (૩૫) રહે સોઓરડી શેરી નં-૬ મોરબી વાળાએ થોડા દિવસો પહેલા સુરેશભાઈ ભરવાડરાહુલ સુરેશભાઈ ભરવાડસમીર ભરવાડ રહે ત્રણે લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ મોરબી તથા ભાનુબેન ભરવાડગોપાલભાઈ ભરવાડ રહે. ત્રાજપર અને હિતેશભાઈ ભરવાડગોપાલભાઈ ભરવાડના બે ભાઈઓકુર્નેશ સુરેશભાઈ ભરવાડ અને મકબુલ પીંજારાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે,  ફરિયાદીની ભાણેજ ડોલીને આરોપી કુર્નેશ ભરવાડ આજથી ત્રણેક માસ પહેલા ભગાડી ગયેલ છે અને રાહુલ ભરવાડએ ફરિયાદીને ફોન કરીને કહેલ કે “તું તૈયારીમાં રહે જે તને મારી નાખવો છે” તેવી ફોન ઉપર ધમકી આપી હતી જે બાબતે ફરિયાદીએ આરોપીઓના આગેવાનો સંપર્ક કરતા આ મેટર છોકરી બાબતની હોવાથી ઘર મેળે સમજૂતી કરી લેવાનું કહેતા ફરીયાદી પોતાના મિત્રો સાથે આરોપીના ઘરે રાહુલને ફોન નહીં કરવા કહેવા ગયો હતો ત્યારે આરોપીઓને સારું નહીં લાગતા આરોપી સમીર ભરવાડે ફોન કરીને તેના સંબંધીઓને બોલાવ્યા હતા અને ફરિયાદીને સુરેશ ભરવાડસમીર ભરવાડભાનુબેન ભરવાડગોપાલભાઈ ભરવાડ અને ગોપાલભાઈ ભરવાડના બે ભાઈઓ દ્વારા લાકડાના ધોકા વડે શરીરને માર મારીને ઇજા કરવામાં આવી હતી તેમજ ડાબા પગના ઢીંચણમાં ફેકચર જેવી ઇજા કરવામાં આવેલ છે તેમજ રાહુલ ભરવાડે માથાના ભાગે ધારિયા જેવા હથિયારનો ઘા મારીને ઈજા કરી હતી તથા કુર્નેશ સુરેશભાઈ ભરવાડમકબુલ પીંજારા અને ગોપાલ ભરવાડના બે ભાઈઓએ ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીના ઍક્સેસ સ્કૂટર તથા ઘરના દરવાજામાં ધોકા મારી નુકસાન કર્યું હતું અને ફરિયાદીના પત્નીને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પહેલા પોલીસે આરોપી સુરેશ ભરવાડરાહુલ સુરેશભાઈ ભરવાડ અને સમીર ભરવાડની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી ગોપાલભાઈ ગોલતર જાતે ભરવાડ (૩૫), હિતેશભાઈ નાથાભાઈ ગોલતર જાતે ભરવાડ (૨૯), કિશન નાથાભાઈ ગોલતર જાતે ભરવાડ (૩૧) અને જલાભાઈ સિંધાભાઈ ગોલતર જાતે ભરવાડ (૩૫) રહે. ચારેય ત્રાજપર ભરવાડ સમાજની વાડી પાસે મોરબી અને ભાનુબેન સુરેશભાઈ સિંધવ જાતે ભરવાડ (૪૬) તથા કુર્નેશ સુરેશભાઈ સિંધવ જાતે ભરવાડ (૨૨) રહે. લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ મોરબી તેમજ મકસૂદ મહમદ નકુમ સંધિ (૨૪) રહે. મચ્છી પીઠ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના સનાળા નજીક રહેતા મમતાબેન સંજયભાઈ દેવીપુજક (૨૬) નામના મહિલાને દલવાડી સર્કલ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સુરેશ ઉર્ફે ભુરીયો રાવતભાઇ રાજપુત (૪૬) નામના યુવાનને મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે




Latest News