​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે મોરબીના ITI ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે ફિનાઇલ પી ગયેલ પરિણીતા સારવારમાં


SHARE













મોરબીમાં ઘરે ફિનાઇલ પી ગયેલ પરિણીતા સારવારમાં

મોરબી સામાકાંઠે વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી મહિલાએ પોતે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રામેશ્વર મંદિર પાસે રહેતા જાનવીબેન વિશાલભાઈ પંડ્યા (૪૧) નામની મહિલાએ પોતે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે તેના દિયર સૌરભ પંડ્યા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો ૧૭ વર્ષનો છે અને તેને બે સંતાન છે જોકે તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

વૃદ્ધા સારવારમાં

સુરેન્દ્રનગરના કંકાવટી ગામે દલવાડી વાસમાં રહેતા પુરીબેન નાગજીભાઈ દલવાડી (૬૫) નામના વૃદ્ધા પોતાના ઘરેથી વાડીએ બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માતે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને વૃદ્ધાને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ સુરેન્દ્રનગર પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીમાં પાડા પુલ નીચે બેઠા પુલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પ્રેમચંદ નાનાભાઈ ડામોર (૪૦) અને મન્નાબેન પ્રેમચંદ ડામોર (૩૫) નામના દંપતીને ઇજા થઈ હતી જેથી કરીને દંપતિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતો રાજેશ શિવાભાઈ સોલંકી (૩૨) નામનો યુવાન શક્તિ ચેમ્બર પાસે આવેલ ઉમિયા નગર નજીક હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈજા થવાથી આ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં ભડિયાદ કાંટા પાસે રહેતા અનિલભાઈ બાબુભાઈ (૪૨) નામના યુવાનને ઉમિયાનગર પાસે અમુલ કારખાના નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવારના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.

ફિનાઇલ પીધુ

મોરબીના ભડીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા ચૌહાણ નરોતમભાઈ (૩૮) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળી કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે




Latest News