મોરબીના વાવડી રોડ ઉપર વડીલો પાર્જીત જમીન બાબતે કાકા ઉપર ભત્રીજાએ કર્યો છરી વડે હુમલો : ગુનો નોંધાયો
મોરબીમાં ટ્રાન્સપોર્ટરને માર મારવાના ગુનામાં પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં ટ્રાન્સપોર્ટરને માર મારવાના ગુનામાં પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ
મોરબીમાં ટ્રાન્સપોર્ટરને તેના પૂર્વ કર્મચારી સહિત ત્રણ શખ્સોએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાવેલ હતી તેના આધારે પોલીસે માર મારવાના આ ગુનામાં પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ચંન્દ્રેશનગર મુનનગર ચોક પાસે આરાધના-૦૧ ત્રીજા માળે બ્લોક નંબર ૩૦૨ માં રહેતા નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલ જાતે રાજપુત (૪૮) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વનરાજભાઈ હુંબલ, હુશેનભાઈ અને જગાભાઈની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબી પંચાસર રોડ જુના ઉમા હોલની સામે શોપીંગ સેન્ટર પાસે તે હતા ત્યારે ત્રણેય આરોપીઓએ વારા ફરતી ત્યાં આવીને ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને મુંઢ ઈજા કરી હતી તેમજ આરોપી વનરાજભાઈ હુંબલે ફરિયાદીને પોતાના હાથમાં રહેલ લોખંડની ટામી વડે એક ઘા છાતીની ડાબી સાઈડે પાંસળીઓમાં માર્યો હતો જેથી કરીને તેને ત્રણ પાંસળીઓમાં ઈજા થયેલ હતી અને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં પોલીસે આરોપી વનરાજભાઈ પ્રભાતભાઈ હુંબલ જાતે આહીર (૩૪) રહે આરાધના ટાવર મુનનગર પાસે મોરબી, હુશેનભાઈ ઉમરભાઈ ઘાંચી (૪૭) રહે. ભાડલા તાલુકો જસદણ અને જગદીશભી રામજીભાઈ વાઘેલા (૨૭) રહે. વીસીપરા મેઇન રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે
વૃદ્ધ સારવારમાં
મોરબી શહેરના નગર દરવાજા ચોકમાં અજાણ્યા ૭૦ વર્ષના વૃદ્ધ બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે