મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાં દારૂની જુદીજુદી ત્રણ રેડ: 36 બોટલ દારૂ-12 બિયર સાથે બે પકડાયા, ત્રણની શોધખોળ


SHARE







મોરબી-હળવદમાં દારૂની જુદીજુદી ત્રણ રેડ: 36 બોટલ દારૂ-12 બિયર સાથે બે પકડાયા, ત્રણની શોધખોળ

હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસે તેમજ માનગઢ નજીક અને મોરબી તાલુકાના રાજપર પાસે દારૂની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી જેમાં 36 બોટલ દારૂ તથા 12 બિયરના ટીમ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે અને હાલમાં બે આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે અને ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસેથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રેક્ટર નં જીજે 12 ઇ 5297 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 24 બોટલો તથા 12 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 9,600 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તેમજ 2.70 લાખનું ટ્રેક્ટર આમ કુલ મળીને 2,79,600 નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી ડાયાભાઈ ગોપાલભાઈ પઢીયાર જાતે વણઝારા (36) રહે. શિરોહી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સુખદેવસિંહ ઉર્ફે એસપી પથુભા ચાવડા રહે. કોયબા તાલુકો હળવદ વાળાનું નામ સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

આવી જ રીતે હળવદ તાલુકાના માનગઢ ગામની ગુંદાવા નામની સીમમાં મંદિરની પાછળના ભાગમાં વાડામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે નિલેશભાઈ કોળીના વાડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની સાત બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2450 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, આરોપી નિલેશ ચંદુભાઈ કોળી રહે. ટીકર તાલુકો હળવદ વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

મોરબી તાલુકાના રાજપર ગામે પટેલ સમાજ વાડીની સામે જુના વીરપુર જવાના માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે 1,500 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી રમેશભાઈ વશરામભાઈ અઘારા જાતે પટેલ (48) રહે. રાજપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સની પૂછપરછમાં તેને દારૂની આ બોટલો મનુભાઈ પુનાભાઈ ડાંગર રહે. કોયલી તાલુકો મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી મનુભાઈ પુનાભાઈ ડાંગરને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરાઇ છે




Latest News