મોરબી-હળવદમાં દારૂની જુદીજુદી ત્રણ રેડ: 36 બોટલ દારૂ-12 બિયર સાથે બે પકડાયા, ત્રણની શોધખોળ
મોરબી ઝૂલતા પુલ સહિતની દુર્ઘટનાના પીડિતોને ન્યાય ન આપી શકે તો સરકાર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે: જીજ્ઞેશ મેવાણી
SHARE






મોરબી ઝૂલતા પુલ સહિતની દુર્ઘટનાના પીડિતોને ન્યાય ન આપી શકે તો સરકાર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે: જીજ્ઞેશ મેવાણી
કોંગ્રેસના ધારાસભ્ય અને આગેવાન જિજ્ઞેશભાઇઉ મેવાણી મોરબીની મુલાકાતે આવ્યા હતા અને ત્યાં તેમણે ઝૂલતાપુલ દુર્ઘટનાના પીડીત પરિવારોની મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમણે પત્રકારોને માહિતી આપવા જણાવ્યું હતું કે ગુજરાતની અંદર ઝુલતાપુલ સહિતની જે દુર્ઘટના છથી સાત મહિના ની અંદર બની છે તે તમામે તમામ ઘટનાઓ ભ્રષ્ટ અધિકારીઓના પાપે બની છે તેમ છતાં પણ આજની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ચાલો ગાંધીનગર કાર્યક્રમ આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે.
કોંગ્રેસના ધારાસભ્ય અને યુવા આગેવાન જીગ્નેશભાઈ મેવાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ પાલભાઈ આંબલીયા તથા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ મોરબીની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓની સાથે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા સહિતના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા અને મોરબીના સર્કિટ હાઉસ ખાતે તેમણે મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાના પીડીત પરિવારો સાથે મુલાકાત કરી હતી અને ન્યાય મળે તેના માટે થઈને આગામી સમયમાં લડત ચલાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે.
ખાસ કરીને મોરબીની ઝુલતાપુલ દુર્ઘટના, વડોદરા ની હરણી ઘટના, રાજકોટનો ગેમ ઝોન કાંડ, સુરતની તક્ષશિલા ની ઘટના સહિતની અનેક દુર્ઘટનાઓની અંદર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ આજની તારીખે ભ્રષ્ટ અધિકારી કે દોષિત લોકોમાંથી કોઈ ને સજા થયેલ નથી અને વારંવાર ગુજરાતના ગૃહમંત્રી ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તેવુ કહે છે પરંતુ આજ સુધી કોઈ ચમરબંધીને પકડવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું નથી
જ્યારે પણ કોઈ દુર્ઘટના બને ત્યારે નાની માછલીઓને પકડવામાં આવે છે અને મોટા મગરમચ્છો છટકી જાય છે જેથી કરીને ગુજરાતમાં મોરબી ઝૂલતા પુલકાંડ સહિતની જે દુર્ઘટનાઓ છેલ્લા મહિનાઓની અંદર બની છે તે તમામમાં પીડીત પરિવારોને ન્યાય મળે તે માટે થઈને હાલમાં તમામ પિડીત પરિવારોની મુલાકાત કરવા માટેનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં તમામ દુર્ઘટનાના પિડીત પરિવારોને સાથે રાખીને ચલો ગાંધીનગર કાર્યક્રમ આપવામાં આવશે.
વધુમાં ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીએ જણાવ્યુ હતું કે, “ચલો ગાંધીનગર” કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો પિડીત પરિવારના લોકોને સાથે રાખીને ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જાશે અને જો ન્યાય ન આપી શકતા હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો તેવી રજૂઆત કોંગ્રેસ દ્વારા મક્કમતાપૂર્વક કરવામાં આવશે અને આ પિડીત પરિવારોને ન્યાય મળે તેના માટે અંત સુધી લડી લેવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.


