મોરબીમાં સ્કૂલની બાજુમાં જુગાર રમતા છ જુગારી 20,150 ની રોકડ સાથે પકડાયા
SHARE






મોરબીમાં સ્કૂલની બાજુમાં જુગાર રમતા છ જુગારી 20,150 ની રોકડ સાથે પકડાયા
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સ્કૂલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા. જેની પાસેથી પોલીસે 20,150 ની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુરુ નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં સરસ્વતી સ્કૂલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી શંકરભાઈ માવજીભાઈ જોગડીયા (52), વિજયભાઈ મનુભાઈ અગેચાણીયા (28), યોગેશભાઈ સવજીભાઈ અગેચાણીયા (31), ગોરધનભાઈ લખમણભાઇ પંચાસરા (59), સનાભાઇ મહાદેવભાઇ અગેચાણીયા (60) અને ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા (51) રહે. બધા અમરેલી રોડ વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 20,150 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


