મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસનાં આગેવાનો ઓફિસ-ઘરે નજર કેદ મોરબી : રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ઇજા થતા ચાર લોકો સારવારમાં મોરબી નજીક સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ 602 વાળી જમીન માટે બેચર ડુંગરના બે મરણના દાખલા-બે ચતુર દિશા દર્શાવતુ રેકર્ડ આવ્યું તો ખરાઈ કેમ ન કરાવી ?: અધિકારીઓમાં ચર્ચા મોરબીમાં ચોકલેટ દઈને મોબાઈલ બતાવવાની લાલચ આપીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મોરબીમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં 900 કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ-ખાતમહુર્ત ગોલમાલ: મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કર્યા ના 14 દિવસે કોપી મળી ! મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર એસિડ જેવું કેમિકલ ભરેલ ટેન્કર પલટી મરી ગયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અંજીયાસર ગામે દીકરી ઉપર નજર બગાડતાં પતિને બેભાન કરીને ગળાટુપો આપીને પત્નીએ કરી હત્યા: પત્ની-સાળાની ધરપક


SHARE











માળીયા (મી)ના અંજીયાસર ગામે દીકરી ઉપર નજર બગાડતાં પતિને બેભાન કરીને ગળાટુપો આપીને પત્નીએ કરી હત્યા: પત્ની-સાળાની ધરપક

માળીયા (મી) તાલુકાના જુના અંજીયાસર નજીકથી મચ્છુ નદીમાં તલાવડામાંથી ગળે ચુંદડી બાંધેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ દરમિયાન મૃતક આધેડે તેની દીકરી ઉપર નજર બગાડતા આધેડની તેની જ પત્નીએ ગળા ટુંપો આપીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મહિલાએ તેના ભાઈને બોલાવતા તે રીક્ષા લઈને ત્યાં આવ્યો હતો અને રિક્ષામાં લાશને લઈ જઈને મચ્છુ નદીના કાંઠે ફતેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર તલાવડામાં લાશ અને મોટરસાયકલ સાથે ફેંકી આવ્યા હતા. જો કે, હત્યાના આ બનાવમાં મૃતક આધેડના દીકરાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને પતિની હત્યા કરનાર મહિલા અને મૃતકના સાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના જુના અંજીયાસર ગામે રહેતા સાહિલભાઈ હાજીભાઈ મોવર જાતે મિયાણા (23)એ તેના પિતાની હત્યાની ફરિયાદ તેની માતા અને મામાની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે ફરિયાદમાં જણાવ્યું છે કે, ફરિયાદીના પિતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર જાતે મિયાણા (55)એ તેની જ દીકરી ઉપર નજર બગાડી હતી. જેથી ફરિયાદીની માતા શેરબાનુ હાજીભાઈ મોવર જાતે મિયાણાએ તેઓને ચા અને શાકમાં બેભાન થવા માટેની ટીકડીઓ નાખીને આપી હતી જેથી તે બેભાન થઈ જતા તેને ચુંદડી વડે ગળા ટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી.

ત્યારબાદ શેરબાનુબેને તેના ભાઈ ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડ રહે. ખીરઈ તાલુકો માળીયા વાળાને બોલાવતા તે રીક્ષા લઈને જુના અંજીયાસર ગામે આવ્યો હતો અને ત્યાર બાદ મૃતક હાજીભાઈ મોવરની લાશને રિક્ષામાં નાખીને મચ્છુ નદીના પૂર્વ તરફના કાંઠે ફતેપર ગામ પાસે કાચા રોડ ઉપર તલાવડામાં ગળે ચુંદડી બાંધીને મોટરસાયકલની એંગલ સાથે તે ચુંદડી બાંધીને ત્યાં ફેંકી દીધી હતી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાના આ ગુનામાં મૃતકના પત્ની શેરબાનુ હાજીભાઈ મોવર અને સાળા ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડની પોલીસે ધરપકડ કરી છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News