હળવદના ત્રણ માળીયા કવાર્ટર પાસે જુગાર રમતા ચાર શખ્સની ધરપકડ
SHARE









હળવદના ત્રણ માળીયા કવાર્ટર પાસે જુગાર રમતા ચાર શખ્સની ધરપકડ
હળવદના ત્રણ માળીયા કવાર્ટર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 3100 ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદના ત્રણ માળિયા ક્વાર્ટરની ઓફિસ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી રમેશભાઈ હેમુભાઈ ઉડેચા જાતે કોળી (40) રહે. ત્રણ માળીયા હળવદ, ઇલિયાસભાઈ ઉર્ફે અલી અબ્દુલભાઈ જાતે સંધિ (24) રહે. જીઆઇડીસી પાસે હળવદ, મેહુલભાઈ લાભુભાઈ ધામેચા જાતે કોળી (25) રહે. ભવાનીનગર હળવદ અને હરેશભાઈ જેઠાભાઇ રબારી જાતે રબારી (40) રહે. ભવાનીનગર હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 3100 ની રોકડ કબજે કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો અબ્દુલ તનવીરભાઈ ડોસાણી (17) નામના યુવાનને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ભવાની સોડા પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી. અને આ બનાવી પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી છે
બાળક સારવારમાં
મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતો દિનેશ કનૈયાલાલ યાદવ (2) નામનો બાળક બાઇક ઉપર બેસીને ટિંબડી ગામના પાટીયા પાસેથી જઈ રહ્યો હતો. ત્યારે કોઈ કારણોસર અકસ્માતે ત્યાં બાઇક સ્લીપ થયું હતું જેમાં બાળકને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી છે
