હળવદના રાયસંગપર ગામે ચક્કર આવતા પાણીના ખાડામાં પડી ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત
SHARE






હળવદના રાયસંગપર ગામે ચક્કર આવતા પાણીના ખાડામાં પડી ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત
હળવદ તાલુકાના રાયસંગપર ગામે નદીના કાંઠે આવેલ સિમના રસ્તેથી પસાર થઈ રહેલા યુવાનને અચાનક ચક્કર આવ્યા હતા અને તે પાણી ભરેલા ખાડામાં ઊંધો પડતા તે યુવાનનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાં અમૃતભાઈ ચૌહાણ જાતે દલવાડીની વાડીએ રહીને મજૂરી કામ કરતો પરેશભાઈ શંભુભાઈ નાયક જાતે અનુ. જનજાતિ (28) નામનો યુવાન ગામની સીમમાં નદીના કાંઠે આવેલા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેને અચાનક ચક્કર આવી જતા તે યુવાન રોડની બાજુમાં ભરેલ પાણીના ખાડામાં ઊંધા માથે પડતા તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું. અને ત્યારબાદ ત્યાંથી તેના મૃતદેહને બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના ઘૂટું ગામે રહેતા બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા (34) નામના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે
બાઇક સ્લીપ
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં હાઉસિંગ બોર્ડમાં મંદિર પાસે રહેતા ભુપતભાઈ મેઘજીભાઈ પઢારીયા (55) નામના આધેડ બાઈક લઈને રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે તેને ડાબા પગમાં ઈજા થઈ હતી અને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી છે

