મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સ્નેહમિલન,મોટિવેશન અને તેજસ્વીતા સન્માન દેદીપ્યમાન સમારોહ સંપન્ન વાંકાનેરમાં વેપારીને રીક્ષામાં બેસાડી રૂા.42 હજારનો હાથ મારનાર ચાર શખ્સોને દબોચી લેતી પોલીસ મોરબીમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરીને માતા-પુત્રીને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસેથી દારૂની 4 બોટલ સાથે ઇકો કારમાંથી બે શખ્સ પકડાયા: 1.23 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં શનિ-રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે ગાંધીધામથી જામનગર ઘરે જઈ રહેલા યુવાનને રસ્તામાં કાળનો ભેટો: માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીમાંથી પાંચ ચાઈનીઝ ફીરકી સાથે વેપારી યુવાન પકડાયો મોરબીના રફાળેશ્વર-જાંબુડીયા વચ્ચે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને ઉડાવ્યું: બે ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ટ્રકના પાછળના જોટા પાસે કૂદીને અજાણ્યા યુવાને જીવનનો આંણ્યો


SHARE











વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ટ્રકના પાછળના જોટા પાસે કૂદીને અજાણ્યા યુવાને જીવનનો આંણ્યો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે હોટલની સામેથી ટ્રક કન્ટેનર પસાર થઈ રહ્યું હતુ ત્યારે અજાણ્યો યુવાન તે ટ્રક કન્ટેનરના પાછળના જોટા પાસે કૂદયો હતો. જેથી તેનું માથું ટ્રકના ટાયર નીચે ચગદાઈ જવાના લીધે તેનું મોત નીપજયું હતું. અને આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જણા કરતાં પોલીસે નોંધ કરીને હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે ભવાની હોટલ સામેથી ટ્રક કન્ટેનર પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક નં. જીજે 12 એઝેડ 3499 ના પાછળના ટાયરના જોટા પાસે એકાએક દોડી આવીને અજાણ્યા 30 થી 35 વર્ષના યુવાને ટ્રક નીચે કૂદીને આપઘાત કર્યો હતો. ત્યારે ટ્રકના વ્હીલ તેના માથા ઉપરથી ફરી ગયા હતા. જેથી યુવાનનું માથું ચગદાઈ જતા તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની રાકેશસિંહ લાડુસિંહ ગેહલોક જાતે રાજપૂત (30) રહે. રાજસ્થાન વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તાલુકા પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન બહારના રાજ્યનો હોય અને મજૂરી કામ કરવા આવ્યો હોય તેવું પ્રાથમિક રીતે જોવા મળી રહ્યું છે અને મૃતક યુવાનના જમણા હાથ ઉપર અંગ્રેજીમાં NENU અને હિન્દીમાં નેનુસિંગ તેમજ ત્રિશુલ આકારની ડિઝાઇન અને પોચામાં ઓમ ત્રોફાવેલ છે જેથી મૃતક યુવાનની ઓળખ કોઈને થાય તો વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટે તપાસની અધિકારી એ.એસ.આઇ. જે.કે. અઘારાએ જણાવ્યું છે

બાઈક સ્લીપ

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા લલીતાબેન મગનભાઈ સોલંકી (30) નામના મહિલા બાઇક ઉપર તેના પતિ સાથે બેસીને ઘૂટું ગામથી મોરબી બાજુ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ગામ પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયુ હતું જે બનાવમાં લલીતાબેનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે

બાળકી સારવારમાં

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે રેલવે સ્ટેશનના ગોડાઉન નજીક રોશની અનિલભાઈ નિશાંત (1) નામની બાળકી તેના માતા-પિતા કામકાજ કરી રહ્યા હતા ત્યાં હતી ત્યારે તેના માથા ઉપર પાટીયુ પડતા બાળકીને ઈજા થઇ હોવાથી ઇજા પામેલ બાળકીને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે






Latest News