મોરબીના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોની રોકડ રકમ સાથે ધરપકડ
SHARE






મોરબીના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોની રોકડ રકમ સાથે ધરપકડ
મોરબીના રફાળેશ્વર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા શખ્સોની રોકડા રૂપિયા 65,500 સાથે સ્થળ ઉપરથી આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામની સીમમાં ખોડીયાર સીરામીક નામના યુનિટના સામેના ભાગે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા વિનોદ પ્રવીણભાઈ ગોસ્વામી (34) રહે. બાપા સીતારામ મઢુલી પાસે રફાળેશ્વર, સોહનલાલ રાજારામ અહીરવાલ (38) રહે. સાપર વેરાવળ શાંતિધામ મફતપરા રાજકોટ, શિવાજી તિરૂપતિ પાત્ર (27) રહે. ઓરસન સિરામિક લેબર ક્વાર્ટર શાપર રાજકોટ, જીતેન શત્રુઘન લોધી (26) રહે. દ્વારકેશ પેકેજીંગ લેબર કવાર્ટર રફાળેશ્વર, બબલુ વૃંદાવન લોધી (36) રહે. દ્વારકેશ પેકેજીંગ લેબર કવાર્ટર રફાળેશ્વર, દરરોગાભાઈ રામજીભાઈ ગૌતમ (30) રહે. વાવડી મીરા કારખાનાના લેબર કવાર્ટરમાં રાજકોટ, અખિલેશ ઉર્ફે કરણ પ્રતાપભાઈ પાસવાન (30) રહે. દ્વારકેશ પેકેજીંગ લેબર કવાર્ટર રફાળેશ્વર અને પિયુષ પ્રહલાદભાઈ ગુજારીયા (37) રહે. વ્રજવાટિકા સોસાયટી સાપર વેરાવળ રાજકોટ વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપિયા 65,500 સાથે ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.


