મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આજે અષાઢી  બીજે રાસ ગરબા-હુડા રસની જમાવટ વચ્ચે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં આજે અષાઢી  બીજે રસ ગરબા-હુડા રાસની જમાવટ વચ્ચે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ

આજે અષાઢી બીજના દિવસે મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રબીર અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા અને રસ ગરબા તેમજ હુડાની યુવક યુવતી સહિતનાએ જમાવટ કરી હતી અને મચ્છુ માતાજીના કોઠે પહોચીને રથયાત્રા પૂરી કરવામાં આવી હતી.

 

મોરબીમાં દરવર્ષે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન રબારી અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આજે અષાઢી બીજના દિવસે શહેરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાના જુદાજુદા ગામોમાં રહેતા તેમજ બીજા જિલ્લાઓમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો વિશાલ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. અને શહેરના માર્ગો ઉપર રથયાત્રા સાથે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો


એવી કહેવાય છે કેમોરબીના ગઢની દીવાલ રહેતી ન હતી જેથી પુનિયા મામાએ તેનું માથું આપ્યું હતું ત્યાર બાદ ગઢની દીવાલ રહી હતી જેથી પુનિયા મામા અને મચ્છુ માતાજી વચ્ચે મામા ભાણેજનો સબંધ થયો હતો દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે આ વર્ષે રથયાત્રા કાઢવામાં આવતા તેમાં અંદાજે ૩૫ થી ૪૦ હજાર કરતાં વધુ લોકો રથયાત્રામાં અને મહા પ્રસાદમાં જોડાયા હતા. તેવું ભરવાડ સમાજના આગેવાન ગોકળભાઈ ભરવાડે જણાવ્યુ છે.

મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રસ ગરબાની રમઝટ સાથે મચ્છુ માતાજીના મંદિરેથી કોઠા સુધીની રથયાત્રા યોજાઈ હતી અને હજારો લોકોને મચ્છુ માતાજીના મહા પ્રસાદ લેતા હોય છે તેવી જ રીતે આજે પણ હજારો લોકોએ લાભ લીધો હતો. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

 




Latest News