મોરબીમાં સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન
SHARE






મોરબીમાં સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન
સંસ્કૃતભારતી મોરબી દ્વારા તા.૭ ને રવિવારથી તા.૧૪ સુધી સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન અહિંના આર્ય સમાજ મંદિર, લખધીરવાસ, મોરબી ખાતે રાત્રીના ૮ થી ૯:૩૦ વાગ્યે થવા જઈ રહ્યું છે.જેમાં નિઃશુલ્ક સંસ્કૃત શીખવવામાં આવશે.
દૈનિક જીવનમાં સંસ્કૃતમાં વાતચીત કરી શકાય તેવી સરળ અને અસરકારક વૈજ્ઞાનિક પદ્ધતિથી સંસ્કૃત સંભાષણ શીખવવામાં આવશે.મોરબી શહેરના ૧૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ આ વર્ગનો લાભ લઈ શકે છે.સંસ્કૃત અભિભાવુકો, સંસ્કૃત અભ્યાસુઓ, સંસ્કૃત જિજ્ઞાસુઓને આ વર્ગમાં જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.સંસ્કૃત ભાષાના ઉત્કર્ષ માટે સંગઠિત થવા અને વધુ માહિતી માટે મયુરભાઈ (મો.98256 33154) અથવા હિરેનભાઈ (મો.97145 27036) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.


