મોરબીમાં આજે અષાઢી બીજે રાસ ગરબા-હુડા રસની જમાવટ વચ્ચે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ
મોરબીમાં પરણિત પ્રેમિકાના પતિ અને દિયરે પરણિત પ્રેમીનું તીક્ષણ હથિયારના ઘા ઝીકિને ઢીમ ઢળી દીધું
SHARE






મોરબીમાં પરણિત પ્રેમિકાના પતિ અને દિયરે પરણિત પ્રેમીનું તીક્ષણ હથિયારના ઘા ઝીકિને ઢીમ ઢળી દીધું
મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં રવિવારે વહેલી સવારે યુવાનને પૂઠના ભાગે તીક્ષણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં મૃતક યુવાનની પત્નીએ હાલમાં મૃતક યુવાનની પરણિત પ્રેમિકાના પતિ અને દિયરની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પરસોતમ ચોક પાસે રહેતા સલમાબેને તૌફિકભાઈ ઉર્ફે ભઈલો ચાનીયાએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશભાઈ કોળી અને તેના ભાઈ નરેન્દ્ર ઉર્ફે મોદી ઉર્ફે ભુરો જગદીશભાઈ કોળી સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના ખાટીવાસ વિસ્તારમાં તલાવડી વાસમાં મમુદાઢીના રહેણાંક મકાન પાસે ફરિયાદીના પતિ તોફિક ઉર્ફે ભાયલો ઈબ્રાહીમભાઇ ચાનિયા (30)ને શરીરે તીક્ષ્ણ હથિયારના આડેધડ પાંચ ઘા ઝીકિ દેવામા આવ્યા હતા. જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
વધુમાં મૃતક યુવાનની પત્નીએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશભાઈ કોળીની પત્ની રીંકલ સાથે ફરિયાદીના પતિને પ્રેમસબંધ હતો અને તેને લઈને રીંકલના પતિએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી આટલું જ નહીં ફરિયાદી પણ તેના પતિને પ્રેમ સબંધ ન રાખવા માટે સમજાવ્યા હતા.
જો કે, રવિવારે વહેલી સવારે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો કોળી અને નરેન્દ્ર ઉર્ફે મોદી ઉર્ફે ભુરો કોળી બંને સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા હતા અને ફરિયાદીના પતિના એક્ટિવનો પીછો કરીને તલાવડી વાસમાં તેને લાકડી વડે માર માર્યો હતો ત્યાર બાદ તેને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી હાલમાં પોલીસે બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી લીધેલ છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.


