હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માળીયા-હળવદના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોય હવે કોંગ્રેસ મેદાને


SHARE

















મોરબી જીલ્લામાં માળીયા-હળવદના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોય હવે કોંગ્રેસ મેદાને

મોરબી જિલ્લાના બે તાલુકામાંથી 765 કેવીની હેવી વીજ લાઇન પથરવા માટેનું કામ ચાલી રહ્યું છે તેમાં ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવી રહ્યું નથી જેથી કરીને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં આગામી તા 9 ના રોજ મોરબીના ખેડૂતોને સાથે રાખીને કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે.

મોરબી જિલ્લામાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે અને જે ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન નીકળે છે તેને કંપની તરફથી ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે જેથી કરીને ખેડૂતો દ્વારા આ બાબતે અગાઉ રજૂઆતો કરવામાં આવી છે જો કે, માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતોને હજુ સુધી પૂરતું વળતર આપવામાં આવેલ નથી જેથી કરીને ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે માટે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ આગામી તા 9 ના રોજ મોરબી આવવાના છે અને ત્યારે મોરબી કલેકટર કચેરી ખાતે સવારે 11:00 કલાકે જઈને આ મુદે રજૂઆત કરવામાં આવશે. જેથી કરીને ત્યારે ખેડૂતો ઉપરાંત મોરબી જિલ્લાના તમામ કિસાન મોરચાના આગેવાનો, હોદેદારો સહિતનાઓને હાજર રહેવા માટે આહ્વાન કર્યું છે.




Latest News