મોરબી જીલ્લામાં માળીયા-હળવદના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોય હવે કોંગ્રેસ મેદાને
મોરબી નજીકથી 16,280 કિલો યુરીયા ખાતર પકડાવાના ગુનામાં બે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે
SHARE









મોરબી નજીકથી 16,280 કિલો યુરીયા ખાતર પકડાવાના ગુનામાં બે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે
મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાંથી થોડા સમય પહેલા નિમ કોટેડ યુરિયા ખાતર ભરેલ એક મેટાડોર વાહનને પોલીસ દ્વારા પકડવામાં આવ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં બે મેટાડોરના ચાલક તથા માલ ભરી આપનાર અને માલ મંગાવનાર આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે બે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરી દીધેલ છે.
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાંથી થોડા સમય પહેલા યુરિયા ખાતર ભરેલ મેટાડોર વાહનને પકડવામાં આવ્યું હતું અને જે બનાવ સંદર્ભે થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વનરાજભાઈ મુળુભાઈ ચાવડા દ્વારા આઇસર નંબર જીજે ૩૭ વી ૬૯૮૪ ના ચાલક પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર, આઇસર નંબર જીજે ૩૬ ટી ૯૯૭૦ ના ચાલક દિનેશભાઈ કાળુભાઈ નાથજી અને માલ ભરી આપનાર વિજયભાઈ ભરવાડ તેમજ માલ મંગાવનાર મુન્નાભાઈ ઝાલાભાઇ ગોલતર વાળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેમાં જણાવ્યુ હતુ કે, આરોપીએ આઇસર મેટાડોરમાં નીમ કોટેડ યુરિયા ખાતર 16,280 કિલો જથ્થો જેની કિંમત રૂપિયા 97,670 થાય છે. તે ખેતી સિવાયમાં ઉપયોગમાં રેજીન બનાવવા માટે ઔદ્યોગિક હેતુ માટે વપરાશ કરી ગુનો કરેલ છે. જેથી રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ 185 ની કલમ 25 (1) તથા આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર (૨૪) રહે. વિરોચન નગર ઠાકોર વાસ તાલુકો સાણંદ અને દિનેશભાઈ કાળુભાઈ નાથજી (૨૦) રહે. ટીંબડી ગામના પાટીયા પાસે શક્તિનગર ઉમા સર્વિસ સ્ટેશન પાછળ મોરબી વાળાની ધરપકડ કરીને પોલીસે બંને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.
મહિલા સારવારમાં
મોરબીના માધાપર શેરી નં- 14 માં રહેતા લીલીબેન લક્ષ્મણભાઈ કંઝારીયા (45) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો. જેમાં મહિલા રસ્તા ઉપર નીચે પટકાતા તેને ઇજાઓ થવાથી ઇજા પામેલ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઈકમાંથી પડી જતાં સારવારમાં
મોરબીના ઝીકિયારી ગામે રહેતો અદગામા રોહિત મહેશભાઈ (15) નામનો કિશોર મોરબીમાં વીસી હાઇસ્કૂલની પાસે આવેલ કબ્રસ્તાન નજીકથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી પડી જતા તેને ઇજા થવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
