મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

વ્યાજખોરો બેફામ: ટંકારામાં ધંધામાં વ્યાજે રૂપિયા લેનારા યુવાનની પત્ની-બહેનો સહિતનાઓને ગાળો આપીને મારી નાખવાની ધમકી


SHARE

વ્યાજખોરો બેફામ: ટંકારામાં ધંધામાં વ્યાજે રૂપિયા લેનારા યુવાનની પત્ની-બહેનો સહિતનાઓને ગાળો આપીને મારી નાખવાની ધમકી

ટંકારામાં રહેતી મહિલાના પતિ અને દિયર સ્ક્રેપનો ધંધો કરે છે અને તે ધંધા માટે તેને વ્યાજે રૂપિયા લીધેલ હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેનાથી વધુ રૂપિયા પાછા આપી દીધેલ છે તો પણ હજુ તેઓની પાસે વ્યાજખોરો દ્વારા વધુ રૂપિયા પડાવવા માટે લાકડીઓ લઈને પાંચ શખ્સો તેના ઘરે આવ્યા હતા અને ત્યાં હજાર રહેલા મહિલાઓને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ તેના પૈસા પાછા આપી દેજો નહીંતર જાનથી મારી નાખશું તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં ટંકારા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં જીવાપરા શેરીમાં રહેતા નસીમબેન અલીભાઈ સોર્હવદી જાતે ફકીર (48)એ હાલમાં અનુભાઈ કટિયા રહે. મોરબી, જાવીદભાઈ રહે. પડધરી અને તેની સાથે આવેલા અજાણ્યા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના પતિ અલીભાઈ અને તેના દિયર અબુભાઈ સ્ક્રેપનો ધંધો કરે છે જેથી કરીને તેને આરોપી પાસેથી સમયાંતરે વ્યાજે રૂપિયા લીધેલ હતા જે રૂપિયાની ઉઘરાણી કરવા માટે તા 7/7 ના રોઆરોપીરાતના આઠેક વાગ્યાના અરસામાં ફરિયાદીના ઘરે આવ્યા હતા ત્યારે ફરિયાદીના દિયર હાલમાં રાજસ્થાન જેલમાં છે અને તેના પતિ ઘરે હાજર ન હતા.

જેથી આરોપી અનુભાઈ, જાવીદભાઈ અને તેની સાથે આવેલા ત્રણ શખ્સોએ ફરિયાદી મહિલા તેની નણંદો અને દેરાણીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને અલીભાઈએ લીધેલા રૂપિયા પાછા આપી દેજો નહિતર બધાને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. વધુમાં ફરિયાદીના દીકરા અલ્તાસાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, તેઓના પિતાએ આરોપીઓ પાસેથી સમયાંતરે 60 લાખ રૂપિયા જેટલી રકમ લીધેલ હતી અને તેની સામે અંદાજે એક કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવેલ છે તો પણ વ્યાજનું વ્યાજ ગણીને હજુ પણ 50 લાખ જેટલી રકમ તેઓની પાસે માંગવામાં આવી રહી છે. વધુમાં એવું પણ જણાવ્યુ હતું કે તેઓનું એક મકાન પણ વ્યાજખોરો દ્વારા પડાવી લેવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હરિહરનગરમાં રહેતા જગદીશભાઈ ભાણજીભાઈ વડાવિયા (45) નામના યુવાનને જય ગોપાલ ટાઇલ્સ સામે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરાઈ છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર એસટી બસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ મહાવીર સોસાયટીમાંથી વેરાવળ સોમનાથ ખાતે રહેતો બીપીન ભગાભાઈ વાજા (22) નામનો યુવાન બાઇક ઉપર જઈ રહ્યો હતો. ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
Latest News