વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE

















મોરબી જિલ્લામાં નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


માળીયા મિયાણા તાલુકાનાં દેવગઢ ગામે ઘરમાંથી નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઇ હતી. ત્યારે ઘરમાંથી દારૂ ભરેલી બોટલો, ખાલી બોટલો, અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા તેમજ બનાવટી દારૂનું 450 લિટર પ્રવાહી પોલીસે કબજે કર્યું હતું અને બે સગા ભાઈની ધરપકડ કરી હતી જે બંન્ને હાલમાં રીમાન્ડ ઉપર છે તેવામાં તપાસનીસ અધિકારી દ્વારા આ ગુનામાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.


માળીયા મિયાણા તાલુકાના દેવગઢ ગામે રહેતા જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટાના રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી નકલી દારૂની મિનિ ફેક્ટરી પકડી હતી. જેથી પોલીસે ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની 16 બોટલ અને તૈયાર બનાવટી ઈંગ્લીશ દારૂનું 450 લીટર પ્રવાહી, દારૂની ખાલી બોટલો, અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા વિગેરે મળી 2,79,705 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ગોરખધંધામાં કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા, અલ્તાફ ઉર્ફે રાજા સોકત ખોડ, ચિરાગ, લક્કીસિંગ દરબાર, સાજીદ ઉર્ફે સાજ્લો લાધાણી અને બાલો સતવારો રહે. બધા મોરબી વાળાના નામ સામે આવ્યા હતા.

જે બે આરોપી ઝડપાયા હતા તે બંન્ને ત્રણ દિવસના રિમાન્ડ ઉપર છે તેવામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ કે.એચ. ભોચિયા અને તેની ટીમે દ્વારા મોરબીની સબ જેલમાંથી કબજો લઇને આરોપી કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા સોની (26) રહે.હાલ નાની વાવડી ભૂમિ ટાવર પાસે જયરાજ બોરીચાના મકાનમાં મૂળ બાપુનગર મેઈન રોડ જિલ્લા ગાર્ડન પાસે રાજકોટ અને અલ્તાફ ઉર્ફે રાજા સોકત ખોડની ધરપકડ કરવામાં આવેલ છે અને આ બંને આરોપીઓના રિમાન્ડ લેવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મોરબીના રણછોડનગર વિસ્તારમાં અલ્તાફ ઉર્ફે રાજા ખોડ દ્વારા મકાન ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાં સસ્તી દારૂની બોટલોમાંથી દારૂ કાઢીને મોંઘી દારૂની બોટલોમાં દારૂ ભરીને સસ્તા દારૂને મોંઘા બનાવવા બાબતનું કારસ્તાન સામે આવ્યું હતું જેમાં ખાલી બોટલો કિસન ઉર્ફે કાનો પાટડીયા આપતો હોવાનું સામે આવ્યું હતું.જે ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.જેથી છેલ્લા ઘણા સમયથી આ નકલી દારૂ અને સસ્તી દારૂને મોંઘી બનાવવાના ગોરખધંધા મોરબી શહેર અને જિલ્લામાં ચાલતા હોય તે વાતને નકારી શકાય તેમ નથી.




Latest News