મોરબીના ઘુટું ગામે રામકો વિલેજમાં એસિડ પી ગયેલ યુવતીનું રાજકોટ સારવારમાં મોત
મોરબીમાં વાવડી રોડ-વાંકાનેર દરવાજે ખુલ્લી ગટરમાં ગૌવંશ ખાબકતાં લોકોએ રેસક્યું કર્યું: નીંભર તંત્રની ઘોરબેદરકારી
SHARE









મોરબીમાં વાવડી રોડ-વાંકાનેર દરવાજે ખુલ્લી ગટરમાં ગૌવંશ ખાબકતાં લોકોએ રેસક્યું કર્યું: નીંભર તંત્રની ઘોરબેદરકારી
મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર ભૂગર ગટરના ઢાંકણા ન હોય અથવા તો ઢાંકણ તૂટી ગયા હોય અને ખુલ્લી ગટરો હોવા છતાં પણ તેને ઢાંકવા માટેની કોઈ કાર્યવાહી નગરપાલિકાના નીંભર તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. જેથી અવારનવાર ખુલ્લી ગટરો અથવા તો ઢાંકણા તૂટી ગયેલ ગટરોની અંદર ગૌવંશો અને અબોલ જીવ ખાબકતા હોય છે. અને તેને મહામુસીબતે જીવ દયાપ્રેમીઓ દ્વારા બહાર કાઢવામાં આવતા હોય છે. આવી જ રીતે ગઈકાલના દિવસ દરમિયાન મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ખુલ્લી ગટરમાં એક ગૌવંશ પડી ગયું હતું. અને તેને બહાર કાઢવા માટે થઈને આસપાસના સ્થાનિક લોકો સહિતનાઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આવી જ રીતે મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે જ્યાં શાક માર્કેટ ભરાય છે તેનો મોટાભાગનો કચરો ઠાલવવામાં આવે છે અને આ કચરાના લીધે ત્યાં ગૌવંશો એકત્રિત થતા હોય છે. અને અવારનવાર ત્યાં ગટરની અંદર ગૌવંશ ખાબકે તેવું સામે આવતું હોય છે. તેવી જ રીતે ગઈકાલે પણ એક ગૌવંશ ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું. જેથી ગૌરક્ષકોને બોલાવીને મહામુસીબતે તેને ગટરમાંથી બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર ખુલ્લી ગટરો જે પડી છે તે આગામી ચોમાસા દરમિયાન કોઈપણ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. તેમ છતાં પણ નગરપાલિકાના નીંભર તંત્ર દ્વારા આ ખુલ્લી ગટરોને ઢાંકવા માટેની લેસ માત્ર કામગીરી કરવામાં આવતી હોય તેવું જોવા મળતું નથી. ત્યારે જો આગામી ચોમાસા દરમિયાન કોઈ જીવલેણ ઘટના આ ખુલ્લી ગટરોના કારણે બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે
