મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલ ઇસમ પાસા હેઠળ સુરતની જેલ હવાલે મોરબી શહેર અને પાનેલી ગામે થયેલ મારામારીના બે બનાવમાં એક-એક આરોપીની ધરપકડ મોરબીમાં સસ્તામાં ટાઇલ્સ આપવાનું કહીને કરવામાં આવેલ 90,535 ની છેતરપિંડીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી નજીકથી ઝડપાયેલ યુરીયા ખાતરના ગુનામાં માલ માંગવાનર સહિત બે ની ધરપકડ મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પીએચસી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઇ


SHARE

મોરબીના લાલપર પીએચસી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઇ

વર્ષ 1990 થી સમગ્ર વિશ્વમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય તરીકે આપણા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે આ દિવસની ઉજવણી કરવાનું સૂચન એક ભારતીય વસ્તી નિષ્ણાત ડૉ. કે.સી. ઝકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ 2024 ના સરકારના વસ્તી નિયંત્રણ સૂત્ર "વિકસિત ભારતની પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન" મુજબ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ધીરેન્દ્ર મહેતાની સૂચના મુજબ આયુષ્યમાન આરોગ્ય મંદિર લાલપર અને તેના તાબાના વિવિધ ગામોમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત લોકોમાં વસ્તી નિયંત્રણ માટે યોગ્ય માર્ગદર્શન મળે એ હેતુ થી દંપતી સંપર્ક પખવાડિયું, રેલી, ગુરુ શિબિર, લઘુ શિબિર, સ્પર્ધા અને ડોર ટૂ ડોર પ્રચાર પ્રસાર કરવામાં આવેલ હતો. આ કામગીરી માટે લાલપરના મેડિકલ ઓફિસર ડો. દર્શન ખત્રી, ડો. જયેશ રામાવત, દીપકભાઈ વ્યાસએ જરૂરી માર્ગદર્શન પૂરું પડેલ હતું. તેમજ આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા સહિતના વિવિધ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
Latest News