મોરબી એબીવીપી દ્વારા નગરની કારોબારીની રચના કરાઇ
SHARE






મોરબી એબીવીપી દ્વારા નગરની કારોબારીની રચના કરાઇ
એબીવીપી મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત ઓમશાંતિ વિદ્યાલય ખાતે મોરબી નગરની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર અધ્યક્ષ મનહરભાઈ શુદ્વા, નગર મંત્રી: મુગ્ધરાજસિંહ ઝાલ, નગર ઉપાધ્યક્ષ મૂકતાબેન સોલંકી, નગર સહમંત્રીમાં પાર્થભાઈ મિયાત્રા, પૂર્વજીતસિંહ જાડેજા અને ઉર્મીબેન જોષી, નગર કાર્યાલય મંત્રીમાં હર્ષલભાઈ ડાભી, નગર કાર્યાલય સહમંત્રીમાં ક્રિષ્નાભાઈ સનુરા, સોશિયલ મીડિયા સંયોજક શનીભાઈ ધંધુકિયા, સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક દિવ્યરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક સતપાલભાઈ મકવાણા, નગર કોષાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, હોસ્ટેલ સંયોજક આર્યનભાઈ મહાલિયા, 10+2 સંયોજક વૈભવભાઈ વ્યાસ, રમગમત સંયોજક મયંકભાઈ ભાડજા, રાષ્ટ્રીય કલામંચ સંયોજક નિશાબેન ચાવડા અને કારોબારી સદસ્યમાં હેતભાઈ મકવાણા, હર્ષભાઇ વડગામા, નકુલભાઇ ધ્રાંગધરિયા, ધવલભાઇ મકવાણા, મંગલભાઈ સાલાણી અને નયનભાઈ ભોરણીયાનો સમાવેશ થાય છે.

