મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન મોરબી પાલીકા, આઇએમએ, ઈન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના દ્વારા ધારાસભ્યની હાજરીમા સફાઈ અભિયાન ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડુતોને પુરતુ વળતર ન મળે તો રાજ્ય વ્યાપી આંદોલનની ખેડુતોની ચીમકી મોરબી IMA ના પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો. હીનાબહેન મોરીની નિમણુક મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં પત્રકારે નિર્દોષ રિક્ષા ચાલક યુવાનને ધોકા વડે માર માર્યો, વાહનમાં કરી તોડફોડ, પતાવી દેવાની આપી ધમકી !


SHARE











મોરબીમાં પત્રકારે નિર્દોષ રિક્ષા ચાલક યુવાનને ધોકા વડે માર માર્યો, વાહનમાં કરી તોડફોડ, પતાવી દેવાની આપી ધમકી !

મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનની સામે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે રિક્ષાનો યુટર્ન લેવા માટે રીક્ષા ચાલક પોતાની રીક્ષા સામેથી વાહન આવતું હોય ઉભી રાખીને ઉભો હતો. દરમિયાન પાછળથી પત્રકારે તેની કાર રિક્ષામાં અથડાવી હતી અને ત્યારબાદ ચોરી ઉપર સે સીના જોરીની જેમ પત્રકારે તેની કારમાંથી ધોકો કાઢીને રીક્ષા ચાલકનો વાંક ન હતો તેમ છતાં પણ તેને ધોકા વડે માર માર્યો હતો. રિક્ષામાં નુકસાની કરી હતી આટલું જ નહીં પરંતુ હવે મને ભેગો થતો નહીં નહીંતર તને પતાવી દઇસતેવી ધમકી પણ આપી હતી જેથી ભોગ બનેલા રીક્ષા ચાલક યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. અને સારવાર લીધા બાદ તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક પત્રકાર સામે ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા સંદીપભાઇ અનીલભાઈ જોષી (32)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 10 ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરશામાં તે પોતાની રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 0847 લઈને મોરબીના ઉમીયા સર્કલથી નવા બસ સ્ટેશન તરફ આવ્યો હતો અને ત્યારે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે યુન્ટર્ન લેવો હતો જો કે, સામેથી વાહન આવતું હોવાથી તેને પોતાની રિક્ષાને બ્રેક કરી હતી અને ત્યારે આરોપીએ પાછળથી તેની કાર ફરિયાદી યુવાનની રીક્ષામાં ધડાકાભેર અથડાવી હતી.

જેથી ફરિયાદી નીચે ઉતારીને ગાડી વાળાને ભાઈ જોયને ચલાવો તેવું કહ્યું હતું જે આરોપીને સારું નહીં લગતા તેને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને બોલાચાલી કરી હતી જેથી ફરિયાદી કહ્યું કે, “તમે મારી રિક્ષા પાછળ તમારી ગાડી અથડાવેલ છે અને તો પણ મને ગાળો કેમ આપો છો જેથી કાર ચાલકે તેની ગાડીમાથી લાકડાનો ધોકો કાઢીને ફરિયાદી યુવાનને પીઠના ભાગે માર માર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો અને આજુબાજુના લોકો આવી ગયા હતા અને ફરિયાદીને બચાવ્યો હતો. જો કે, આરોપીએ તેની કાર જતાં સમયે ફરિયાદી યુવાનને કહ્યું હતું કે, “હવે મને ભેગો થતો નહીં નહીંતર તને પતાવી દઇસ જેથી ભોગ બનેલા યુવાનને સારવારમાં હોસ્પિટલે લઈ ગયા હતા અને તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

વધુમાં ભોગ બનેલા યુવાનની સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મારો કોઈ વાંક ન હતો તેમ છતાં પણ કાર ચાલકે મને માર માર્યો હતો અને જયારે તે ત્યાંથી પોતાની કાર લઈને જતો રહ્યો ત્યાર બાદ ત્યાં હાજર રહેલા લોકોને કહ્યું હતું કે, આ રવિભાઈ પત્રકાર છે અને મને માર મારવાની સમગ્ર ઘટના ત્યાં રોડ ઉપર મૂકવામાં આવેલ સરકારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે. ત્યારે ભોગ બનેલા યુવાન અને તેના પરિવારની એક જ લાગણી છે કે, આરોપી જે કોઈપણ હોય તેને પકડીને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવે તે જરૂરી છે તો જ ભવિષ્યમાં આવી રીતે બીજા કોઈ નિર્દોષ વ્યક્તિ સાથે મોરબીમાં આવી ઘટના બનશે નહીં.






Latest News