વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

મોરબી, હળવદ, માળીયા અને વાંકાનેરમાં દારૂની ચાર રેડ: દારૂની નાની-મોટી 40 બોટલ બીયરના 24 ટીન કબજે, 6 આરોપી પકડાયા-1 ની શોધખોળ 


SHARE











મોરબી, હળવદ, માળીયા અને વાંકાનેરમાં દારૂની ચાર રેડ: દારૂની નાની-મોટી 40 બોટલ બીયરના 24 ટીન કબજે, 6 આરોપી પકડાયા-1 ની શોધખોળ 

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવે છે તેવી જ રીતે છેલ્લી 24 કલાકમાં મોરબી, હળવદ, માળીયા અને વાંકાનેરમાં દારૂની ચાર રેડ કરવામાં આવી હતી જેમાં પોલીસે દારૂની નાની-મોટી 40 બોટલ અને બીયરના 24 ટીન કબજે કર્યા હતા અને 6 આરોપીને પકડવામાં આવેલ છે જો કે એક આરોપીને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે.

હળવદ તાલુકાના જુના ધનાળા ગામની ફાટક પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે 13 એવી 2845 પસાર થઈ રહી હતી. તે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા રિક્ષામાંથી દારૂની 12 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 4800 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 54,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી બળદેવગર મહાદેવભાઇ ગોસાઈ જાતે બાબાજી (22) અને વિશાલ સવજીભાઈ કાચરોલા જાતે ઠાકોર (20) રહે. બંને જીવા ગામ તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ સાથે બે પકડાયા

વાંકાનેર સિટી પોલીસી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર ના જીનપરા જકાતનાકા પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ હતી. જે સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 302 ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે આરોપી પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 50,000 ની રીક્ષા અને 400 ની દારૂની બોટલ આમ કુલ મળીને 50,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રિક્ષા ચાલક સુરેશભાઈ દાનાભાઈ સોરીયા જાતે ભરવાડ (22) રહે. પ્રતાપ રોડ રામચોક વાંકાનેર અને દારૂની બોટલ આપનાર વિપુલભાઈ કાળુભાઈ ગમારા જાતે ભરવાડ (24) રહે. રાજાવડલા વાળાની ધરપકડ કરી હતી. અને તેની પ્રાથમિક પૂછપરછમાં તે આ દારૂની બોટલ આશિષભાઈ વિસાણીને આપવા માટે જતો હોવાની કબુલાત આપી હતી જેથી તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

દારૂના 15 સીલપેક ખોખા કબજે કર્યા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મફતિયાપરા પાસેથી પોલીસે દારૂના પુઠામાં લેમિનેશન કરેલ 180 એમએલ દારૂ ભરેલ 15 સીલપેક ખોખા કબજે કર્યા હતા અને પંદરસો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. અને આરોપી રિયાજ ઉર્ફે રાજેશ રફિકભાઈ પઠાણ જાતે મુસ્લિમ (22) રહે. નવલખી રોડ રેલવે કોલોની પાસે મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી સીટી ર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

12 બોટલો દારૂ- 24 બિયરના ટીન

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ હોટલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 12 બોટલો તથા બિયરના 24 ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે 6000 રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો. અને આરોપી મોહિતપુરી નિલેશપુરી ગોસ્વામી જાતે બાબાજી (33) રહે. કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ દારૂ અને બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા જઈ રહ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છ






Latest News