મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન મોરબી જિલ્લાના વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર નજીક ટેન્કર પાછળ ટ્રક  અથડાતાં ટ્રક ડ્રાઈવરનું મોત: ગુનો નોંધાયો


SHARE















ટંકારાના વીરપર નજીક ટેન્કર પાછળ ટ્રક  અથડાતાં ટ્રક ડ્રાઈવરનું મોત: ગુનો નોંધાયો

ટંકારાથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપર વીરપર નજીક ડિવાઇડરમાં વાવેલા વૃક્ષોને પાણી આપતા ટેન્કરની પાછળમાં ટ્રક અથડાયો હતો જે બનાવમાં ટ્રક ચાલકને શરીરે અને ગુપ્ત ભાગે ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના પત્નીની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી સુનિતાદેવી ગુડ્ડુરાય (38)ની ફરિયાદ લઈને પોલીસે તેના મૃતક પતિ ગુડ્ડુરાય શિવનાથરાય (44) સામે ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તેઓના પતિ ટંકારાથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપર વીરપર ગામ નજીક બા ની વાડી પાસેથી તેના હવાલા વાળો ટ્રક નંબર જીજે 3 એટી 3658 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ડિવાઈડરમાં વાવેલા વૃક્ષોને પાણી આપવા માટે થઈને ટેન્કર નંબર જીજે 12 1 એએમ 1889 જઇ રહ્યું હતું તેની પાછળના ભાગમાં ટ્રક અથડાવ્યો હતો જેથી આ અકસ્માતના બનાવમાં ફરિયાદીના પતિને શરીરે અને ગુપ્ત ભાગે ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું. હાલમાં મૃતકના પત્નીની ફરિયાદ લઈને ટંકારા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News