મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર નજીક આવેલ કારખાનામાં રહેતા પરિવારના સગીર બાળકનું ઝાડા ઉલટીની બીમારીમાં મોત


SHARE

















વાંકાનેરના સરતાનપર નજીક આવેલ કારખાનામાં રહેતા પરિવારના સગીર બાળકનું ઝાડા ઉલટીની બીમારીમાં મોત

વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા સગીરને ઝાડા ઉલટીની બીમારી હતી અને વધુ અસર થતા તેને બેભાન હાલતમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ આસામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ વરમોરા યુનિટ-2 માં કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા બજલ મુર્મુ જાતે અનુ.જનજાતિ ના 16 વર્ષના દીકરા બુદરાઇ બજલ મુર્મુને છેલ્લા ત્રણેક દિવસથી ઝાડા ઉલટીની બીમારી હતી અને તેને વધુ અસર થતા તે બેભાન થઈ ગયો હતો જેથી તેને બેભાન હાલતમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી. અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે.




Latest News