કોલસા કૌભાંડ: નવલખી બંદરેથી ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવી આપનારા બે કર્મચારી સહિત ત્રણની ધરપકડ
મોરબીના ઘુંટુથી લખધીરપુર જવાના રસ્તે કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત
SHARE









મોરબીના ઘુંટુથી લખધીરપુર જવાના રસ્તે કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત
મોરબીના ઘુંટુથી લખધીરપુર રોડ જતી કેનાલમાં એક આધેડ ડૂબી ગયા હોવાનો કોલ મોરબી પાલિકાના ફાયર વિભાગને મળ્યો હતો. જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ઘુંટુથી લખધીરપુર તરફ જતી કેનાલમાં 56 વર્ષના મનસુખભાઈ માનસંગભાઈ કોળી પડી ગયા હતા. જેથી કરીને આ અંગેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને મૃતકના બોડીને કેનાલમાંથી બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે જેથી કરીને બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
